________________
સંસારી તરીકે આપણે આપણી જાતને માનીએ તો સત્તાએ સિદ્ધ તરીકે પણ આપણને તેનો ઉપયોગ આવવો જ જોઈએ, માટે હવે મારે સંસારી મટીને સિદ્ધ બનવાનું છે કારણ કે હું સત્તાએ સિદ્ધ જ છું અને એ જ મારી અવસ્થા છે. વ્યવહારે કર્મકૃત પરિણામે સંસારી છું આ વિચારથી સમાધિની શરૂઆત થાય છે, મોહનો નાશ થતો જાય. સિદ્ધપણાની મને સ્પર્શના થવી જ જોઈએ. જેમ ભાવતી વસ્તુ નજર સામે આવે અને એને મેળવવાનો - વાપરવાનો ભાવ થાય છે એ જ રીતે હું સત્તાએ સિદ્ધ છું અને મારે હવે સિદ્ધપણું મેળવી જ લેવું છે એ ભાવ આવે અને સંસારમાં કંટાળો આવે ત્યારે તત્ત્વ સ્પર્ફે કહેવાય. અન્ય જીવો સાથે ઉચિત વ્યવહાર ન કરીએ એમાં રહેલું સત્તાએ સિદ્ધત્વનદેખાય તો સંસારીપણું આપણે વધારે મજબૂત કરતાં જઈએ છીએ. સમજ નથી, સમજણ પડ્યા પછી પણ એને સ્વીકારી લેવું એની માટે અપૂર્વપુરુષાર્થ માંગે છે.
ત્રસ ને સ્થાવર તે બેમાં આપણે સૌથી વધુ વ્યવહાર સ્થાવર જીવ સાથે કરવાનો છે. દ્રવ્ય પ્રાણોને બચાવવા કે ભાવપ્રાણને બચાવવા, બે માંથી એક માટે જીવન જીવાય છે. સાધુએ દ્રવ્યપ્રાણને ટેકા માટે અને ભાવપ્રાણની રક્ષા માટે જ જીવન જીવવાનું છે. જ્યારે દ્રવ્ય પ્રાણો કામ આપવાનું બંધ કરે ત્યારે અનશન કરવાની વાત શાસ્ત્રોમાં કહી છે. શરીરને સુખ આપવું છે તેવું લક્ષ બંધાય તો કેટલાયજીવોના બલિદાન લેવા પડે અને એનાથી મોહ પોષાય. સાધુપણું નથી લઈ શકતા તો શ્રાવકપણું સ્વીકારો અને પ્રયોજન વગરનું કોઈ કાર્ય ન કરો. વગર મફતના આરંભ સમારંભ ન કરો. આથી શ્રાવકોને અનર્થદંડનાં પાપનો નિષેધ છે તે કારણે શ્રાવક અર્થદંડ પણ મર્યાદાપૂર્વક કરે.
ચાર ગતિ પીડા ભોગવવાના સ્થાન રૂપ અને પાંચમી ગતિ માત્ર સુખ ભોગવવાના સ્થાન રૂપ છે.
મારો આત્માચાર ગતિમાં ભમ્યો છે. એમને એમ અહીંનથી આવ્યો પણ અનંતી પીડા ભોગવીને આવ્યો છે. પીડા ભોગવવા માટે જ ચાર ગતિ છે. જેને પીડા નથી ભોગવવી તેની માટે પંચમીગતિ સિદ્ધગતિ–મોક્ષગતિ છે માટે
જીવવિચાર // ૩૦૨