________________
ભરેલા છે અર્થાત્ ત્રણે ભુવન જીવોથી ભરેલા છે અને પરમાત્મા એ બધાને જોનાર છે. એક પણ જીવના ઉપયોગના અભાવવાળા નથી. જીવોનું દર્શન કરવું એ તમામ જીવોનો પણ મૂળભૂત સ્વભાવ છે માટે જિન દર્શન કરવાનો વ્યવહાર જ્ઞાનીઓએ મૂક્યો. જિનનો સ્વભાવ છે જીવ માત્રના દર્શન કરવા, અને આપણે પણ આ ઉપયોગ લાવવાનો છે. પરમાત્મા સતત આપણા દર્શન કરે છે આપણે એમના દર્શન નથી કરતાં માટે આપણે પરમાત્માના દર્શન કરવાના છે અને મારો પણ આ જ સ્વભાવ છે, પરમાત્માની જેમ સત્તાએ હું પણ કેવલી છું તેમ હું પણ સમગ્ર જીવરાશિના દર્શન કરતો થાઉં. પૂ. શાંતિસૂરિ મ.સા. ને એ ઉપયોગ ઘટે કે પરમાત્મા ત્રણે ભુવનમાં રહેલા જીવોને જોઈ રહ્યાં છે માટે એમણે આ રીતે વંદના કરી. જિનેશ્વર પરમાત્મા જે રીતે કહી ગયા છે તે રીતે મારે પણ સમગ્ર જીવરાશિને એના સ્વરૂપને જાણવાનું છે અને યોગ્ય જીવોને જણાવવાનું છે.
જીવ જ્યારે જાણે કે મારો આત્મા પૂર્વકૃત કર્મના ઉદયે આટલી વેદના તો ભોગવે છે તો હું હવે બીજા જીવોને વધારે વેદના કઈ રીતે આપું ? તો સાધુ માર્ગ પર અહોભાવ થાય અને પરમાત્મા પ્રત્યે અહોભાવ થાય કે પરમાત્મા પાપથી બચવા અને સુખને અનુભવવા માટેનો કેવો સુંદર માર્ગ બતાવી ગયા છે, તો એ માર્ગ કંટકમય કે કંટાળામય નહીં લાગે કારણ કે સામે મોટો જબરદસ્ત લાભ દેખાય છે માટે અપૂર્વ બહુમાન આવશે. સ્થાવર જીવો પણ પીડા ભોગવે છે. સંખ્યામાં પણ અધિક અને કાળ પણ એમનો અધિક છે. જે જીવોનિગોદમાંથી બહાર જ આવ્યા નથી તે જીવો સૌથી વધારે દુઃખી છે, સૂક્ષ્મ નિગોદમાં રહેલા જીવોને આપણે પીડા નથી આપી શકતા એમને અંદરોઅંદરની વેદના છે પણ જીવદ્રવ્ય પ્રત્યે આપણને દ્વેષ આવી જાય તો એમની હિંસાનું પાપ લાગે. એક સમાજની વ્યક્તિએ કંઈક ગુનો કર્યો તો આપણે એમ વિચારીએ કે તે આખી જ્ઞાતિની જાત જ આવી તો તે જ્ઞાતિના તમામ જ્ઞાતિજનો પર દ્વેષ આવ્યો ને ભાવહિંસાનું પાપ લાગી ગયું.
જીવવિચાર || ૩૦૧