________________
ત્યારે આત્માને પીડા મળી એટલે ભાવિમાં પણ પીડા - અસાતા જ બંધાઈ. એકેન્દ્રિય વિકસેન્દ્રિય જીવો પર કરેલી કરુણા આગળ જતાં ભયંકર અને હિંસક પ્રાણીઓ પ્રત્યે પણ કરુણાનો પરિણામ લાવે. પૂ. રવિચંદ્રસૂરિ મ.સા.ના સંસારી માતુશ્રી મણીબેને સર્પને મુસલમાનો પાસેથી છોડાવીને પોતાની સાડીના પાલવમાં આવી જા બેટા કહીને લઈ લીધો અને થોડા આગળ જઈને એને છોડી દીધો, સર્પ પણ ઉપકાર સમજીને એમને નમસ્કાર કરીને ચાલ્યો ગયો. જે આત્મા પોતાને પીડા ન આપી શકે તે બીજાને પીડા આપી શકતો નથી. જે સ્વયં સમાધિમાં રહી શકે તે જ બીજાને સમાધિ પમાડી શકે. કોઈનું બગાડવાનો વિચાર આપણને ક્યારે આવે? જ્યારે અંદરમાં દ્વેષનો પરિણામ હોય અને મોહના પરિણામનો ઉદય થાય ત્યારે આત્માને અશાંતિ જ થાય છે. રાગની અગ્નિ ઠંડી છે ને દ્વેષની અગ્નિ ગરમ છે, અને બાળનાર જ છે. કષાયોની અગ્નિમાં આત્માને અશાંતિ જ હોય. તે વખતે જે કર્મ બંધાય તે કેવા બંધાય? અશુભ કર્મ બંધાય. તે ઉદયમાં આવે ત્યારે કર્મસત્તા સાધન-સામગ્રી સારી આપશે માટે તમે બરાબર કાર્ય કરી શકશો. દા.ત. અગ્નિશર્મા ને ગુણસેનના ભવો એનું દષ્ટાંત છે. અગ્નિશર્મા મરીને દેવ બન્યો અને ગુણસેનને વૈરાગ્ય થતાં ગુરુની શોધમાં નીકળ્યા અને કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યાંને અગ્નિશર્માએ તેમના પર અગ્નિની વર્ષા કરી અને તેમનું મૃત્યુ થયું. દેવ ભવમાં મનુષ્ય કરતા શક્તિ - સામર્થ્ય વધારે મળ્યાં.
વાદિવેતાલ પૂ.શાંતિસૂરિ મહારાજે જીવવિચાર પ્રકરણ ગ્રંથમાં જીવનું સ્વરૂપ કહેવા વડે જીવન શું છે તે જણાવ્યું છે. જ્ઞાનાદિ ગુણ રૂપ ભાવ પ્રાણ એ જીવન છે. તે જાણી તે પ્રમાણે જીવન જીવતા શીખવાનું છે. મોટાભાગના જીવો જીવે છે પણ કર્મના ઉદયથી દ્રવ્યપ્રાણરૂપ જીવન જીવવા વડે તેઓ બહિરાત્મ ભાવમાં જીવીને સ્વ પરને પીડા આપવાપૂર્વક જીવે છે.
ઈન્દ્રિયોને સુખ આપવા વિષયોના સેવન કરવામાં સુખ માનીને જીવે છે. વિષયો આત્મા માટે વિષરૂપ છે અને જ્ઞાન-દર્શન-ચારિત્ર એ આત્મા માટે અમૃતરૂપ છે છતાં તેનું સેવન બધાને ગમતું નથી. આથી જીવે જીવનો
જીવવિચાર || ર૯૯