________________
જાય. જ્યાં તમે રહ્યા છો ત્યાં જરા પણ જતુ કરવાની તૈયારી ન હોય, સહન કરવાની તૈયારી ન હોય તો તમારી કરુણા ક્યાં ? સ્થાવરકાય પર તમને દયા નથી કરુણા નથી તો આગળના જીવો પર કરુણા કઈ રીતે આવશે ?
જ
કાળના પ્રવાહમાં જે ન તણાય તે જ બચશે અને શાસનની સ્થાપના પણ તેના માટે જ છે. જમાના પ્રમાણે ચાલશો તો ભગવાનની આજ્ઞા મુજબ જીવી નહીં શકો. વર્તમાનમાં તમારે સુખ જોઈએ છે તો ભગવાનની આજ્ઞા મુજબ જીવો. તમારે સુખી થવું છે ને ? તો અમારે કહેવું છે કે તમે સમાધિમાં રહો. અનુકૂળતાનું જીવન બીજા જીવોને પીડા આપ્યા વગર મળવાનું નથી. તમે બીજા જીવોને જેટલી પીડા આપવાનું બંધ કરશો તેટલા તમે સમાધિમાં રહી શકશો. ગમે તેવી પરીસ્થિતિ હોય સમકિત દષ્ટિ સમાધિમાં જ હોય.
શ્રેણિક મહારાજા નરકમાં હોવા છતાં પણ ત્યાં તે સમાધિમાં છે અને નવા ભવોનું સર્જન નહીં કરે. ૮૪,૦૦૦ વર્ષ સુધી તે ત્યાં રહેશે ને ત્યાંથી નીકળીને મનુષ્ય થઈને તીર્થંકર થઈને મોક્ષે જશે. સમકિત તેમણે અહીં મનુષ્યના ભવમાં જ મેળવ્યું છે. તેમણે પરમાત્માની વાતનો સ્વીકાર કરી લીધો. આપણે સ્વીકારીએ છીએ છતાં સમકિત કેમ નથી ? રુચિનો પરિણામ નથી માટે. રુચિ છે તો તે પ્રમાણે કર્યા વગર નહીં રહે અને વિપરીત કરે તો પશ્ચાત્તાપનો પાર ન હોય. રાત્રિ ભોજન ન કરવું એ વાત ગમી ગઈ તો તે પ્રમાણે કરશે ને નહીં થાય તો પશ્ચાત્તાપ થશે એટલે અંતરાય કર્મ તૂટતા જશે અને એનું રાત્રિભોજન બંધ થઈ જ જશે. નરકમાં જે પણ મળવાનું છે સમાધિ કે દુઃખ તે બધું ઉપાર્જન તો અહીંજ કરીને જવાનું છે. શ્રેણિક મહારાજાએ ગર્ભવતી હરણીનો શિકાર કર્યો ને આનંદ-અનુમોદના કરી. તે રૌદ્રધ્યાન હતું તેથી નરકનું નિકાચિત આયુષ્ય બંધાઈ ગયું અને સમકિતની પ્રાપ્તિ થતાં પશ્ચાત્તાપ દ્વારા અનુબંધ તોડી નાખ્યા પણ નિકાચિત કર્મના કારણે નરકમાં જવું પડ્યું.
બીજાને પીડા ન અપાય તો પછી પોતાના આત્માને તો પીડા ન જ અપાય. જ્યારે-જ્યારે આપણને અનુકૂળતા ભોગવવાનો ભાવ થયો ત્યારે
જીવવિચાર || ૨૯૮