________________
આમ વારંવાર થવાથી તે સર્પ ઉહાપોહ કરે છે ને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. બધું યાદ આવે છે કે હું ગચ્છાધિપતિ હતો ને આગમવેત્તા કહેવાતો હતો, તે બધું યાદ આવ્યું ને વર્તમાન સ્થિતિનો ખ્યાલ આવ્યો ને તરત અનશન સ્વીકાર્યું.
શરીરમાં સુખ-દુઃખ રૂપે તેવેદે છે તે મોહનો ઉદય છે. ગરમી લાગે છે તે જોય દ્વારા જાણે ખરો પણ તેમાં આકુળ-વ્યાકુળ ન બને. ઠંડી કેમ લાગે છે? આત્મા શરીરની મમતા સાથે જોડાયેલો છે માટે ઠંડી લાગી તો શાલ ઓઢવાનું મન થાય. પણ ઠંડી છે માટે જ્ઞયનો જ્ઞાતા બને અને આત્મવીર્યને આત્માના ગુણો સાથે જોડી દે ત્યારે પ્રચંડ વીર્યશક્તિ ઉત્પન્ન થાય પણ જો મોહને વેદે તો પીડા અનુભવે છે. વીરપ્રભુને ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં ખાવાની લાલસા ન હતી પણ સત્તાનું બળ હતું તે બતાવી દેવાની લાલસા હતી. તેથી તેના રૌદ્ર પરિણામના કારણે સાતમી નરકે ગયા. ત્યાં કર્મનખપ્યું તેથી કર્મે ફરી સિંહના ભવમાં મૂક્યા ત્યાં પણ હિંસકવૃત્તિના કારણે ફરી ચોથી નરકે ગયા. સ્વભાવની સામ્યતા કેવલીમાં પૂર્ણ થાય અને સ્વરૂપની સંપૂર્ણપૂર્ણતા તો માત્રસિદ્ધોમાં જ હોય. કેવલીમાં કોઈ સમુદ્દઘાત કરે ને કોઈ ન પણ કરે. અનંતવીર્ય છે છતાં તેના ઉપયોગમાં તરતમતા આવે. જ્યારે સિદ્ધમાં કોઈ તરતમતા નહીં. ચૌદ પૂર્વમાં પણ ભિન્નતા રહેવાની. દ્રવ્યથી સમાન, અર્થની ભિન્નતા રહે. છદ્મસ્થ જીવોમાં કર્મોના કારણે વિવિધતા રહે છે. આત્માની સ્વરૂપદશાની વિચારણા કરો તો જ સમાનતાનો પરિણામ આવે. જ્યાં સુધી જીવ સ્વરૂપની વિચારણા નહીં કરે ત્યાં સુધી આત્માના સ્વરૂપનો ઉઘાડ નથી થતો. આ મનુષ્યભવને પામીને જો વિવેકપૂર્વકનો વ્યવહાર ન કરે તો તેને તિર્યંચગતિમાં જવાનો વારો આવે છે પણ વિવેકપૂર્વક વ્યવહાર કરે તો તેને નરક-તિર્યંચગતિ બંધ થઈ જાય. મન-વચન-કાયા ત્રણેનો વિવેક કરે તેને દુર્ગતિના દ્વાર બંધ થાય. વિવેક વિનાનું જીવન એટલે જ આર્તધ્યાન. મન દ્વારા વિવેક ચૂક્યો, ખાવાના વિકલ્પોમાં રહ્યો અને જો આયુષ્યનો બંધ પડે તો તિર્યંચગતિમાં જાય. પ્રથમ તો સંસારને છોડવાનો જ છે પણ જો સામર્થ્ય નથી તો પછી તે સંબંધોને ફેરવવા પડે તો તે ફેરવાયેલું પણ છોડાવવા સમર્થ બને છે.
જીવવિચાર // ૨૯૫