________________
a મનુષ્ય ભવની સફળતા શેમાં?
પોતે જીવ છે અને બીજાને પણ જીવ તરીકે સ્વીકારીને તેને જીવવાનો અધિકાર જાળવી રાખે તેમાં બાધા રૂપ ન થાય તો જ પોતે પૂર્ણરૂપે જીવી શકે. પોતે પૂર્ણ સુખરૂપે જીવવું હોય તો બીજાની પીડામાં બાધક ન બનવું તે મુખ્ય માર્ગ છે. તે માટે જોઈતા સાધન મનુષ્ય ભવ, પ્રથમ સંઘયણ અને દરેક જીવોમાં સિદ્ધપણાનો સ્વીકાર અને તે પ્રમાણે સર્વ જીવોને પીડા ન આપવાનો દઢ સંકલ્પ કરી પુરુષાર્થ કરે તો મનુષ્ય જન્મ સફળ બને. તેવા પ્રકારની પૂર્ણ સામગ્રી ન મળે તો પણ સાધ્ય નિર્ણય સ્પષ્ટ દઢ કરીને, યથાશક્તિ પ્રયત્ન શરૂ કરે, સર્વજીવોને સિદ્ધ સ્વરૂપ માની શક્ય પીડા આપવાનું ટાળે. પીડામાં નિમિત્ત બને તો પશ્ચાતાપ ખેદ રહ્યા કરે, દુઃખી જીવોને જોઈ જેમ-જેમ કરુણા પ્રગટે તેમ તેમ સમ્યગદર્શન નિર્મળ થાય.
વર્તમાનમાં આત્મા પોતાના સ્વભાવથી વિરુદ્ધ વર્તન કરે છે, આત્માને બદલે શરીરના સુખનો રાગી પક્ષપાતી બને છે ત્યારે બીજાને પીડા આપ્યા વિના રહેતો નથી. નવાફ નવપલ્થ નો બાબરૂ તરૂ હોદ્દ સમૂત્તા માટે જીવાદિનવતત્ત્વને જાણવાથી જીવને જીવપણાની (જીવમાંસિદ્ધ પણાની) શ્રદ્ધા પ્રતીતિ થશે અને અજીવમાં જડ પુદ્ગલ બુદ્ધિ પ્રગટશે તો શરીર સુખની સ્પૃહા જશે અને આત્માના સુખની સ્પૃહા પ્રગટ થશે. આત્માનું સુખ સમતા વિના ન અનુભવાય અને સમતા સમક્તિ વિના ન આવે. સમક્તિ જીવમાં જીવપણાની સિદ્ધિ કરવાથી જ પ્રગટ થાય. . જીવ કયા કારણે ચાર ગતિમાં ભટકે છે?
જ્યાં પ્રમાદ ત્યાં પીડા અને જ્યાં અપ્રમતપણે ત્યાં પ્રમોદ. જીવદ્રવ્યમાં જ પીડા છે, પ્રમાદ છે ને પ્રમોદ છે. જીવ ચાર ગતિના ચક્કરમાં ભટકે છે અને અન્ય સંસારી જીવો પણ આ ચાર ગતિમાં પીડા પામી રહ્યાં છે તેનું મૂળ પ્રમાદ છે માટે તું તેમનું પણ સ્વરૂપ જાણ અને જાણીને સ્વપરને પીડા
જીવવિચાર // ર૯૧