________________
જે આત્મા ઉત્તમ હશે તે ઉત્તમતાને જ પકડશે, હલકા હલકાને પકડશે. માટે જ આત્માએ સુખ ભોગવતા, અનુકૂળતા ભોગવતા, બીજા પાસેથી મળતાં આદર સત્કાર સ્વીકારતાં સો વાર વિચાર કરવો. દુઃખ-પ્રતિકૂળતા વેઠી લેવી, અહીં તો થોડામાં પતશે ત્યાં અધિક ગણું થઈને આવશે.
પાપ એમને એમ ન થાય એ પહેલાં કેટલી બધી વિચારણાઓ થાય કે પકડાઈ તો નહીં જાઉંને? પકડાય તો છૂટી કઈ રીતે જવું, એના સાધનો કઈ રીતે મેળવવા, એનું વિસર્જન કઈ રીતે કરવું, જૂઠું કઈ રીતે બોલવું, ચોરી કઈ રીતે કરવી, વસ્તુ મળી ગઈ પછી કઈ રીતે એને સુરક્ષિત રાખવી વગેરે. એની તીવ્ર વિચારણા રૌદ્રધ્યાનપૂર્વક ચાલતી હોય. રૌદ્રધ્યાનનાં ચાર પ્રકાર છે. હિંસાનુંબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી અને સંરક્ષણાનુબંધી. આ બધામાંથી હેમખેમ નીકળી જાય ત્યારનો આનંદ, આગળ – પાછળના ઘણા બધા અધ્યવસાયો ચાલતા જ હોય.
જે પૂર્વે ભાવથી પાપ કર્યા હોય અર્થાત્ પૂર્વે રાચામાચીને કર્યા હોય તે પાપ ઉદયમાં આવે ત્યારે ફરી પાપ બંધાવે નહીં તો કર્મબંધન જ થાય, ઈર્યાપથિક બંધમાં રસ વગરનો બંધ થાય છે. ભાવ વિનાનો છે માટે રસ નથી માત્ર પ્રદેશબંધ આવે, ચોટે જ નહીં. વસ્તુની ઈચ્છાન કરી એટલે ચિત્ત રાગથી વ્યાકુળ નબળ્યું. 2 મોક્ષને કોણ પ્રગટ કરી શકે?
જે જગતમાં જીવોની કર્મકૃત વિવિધ બાહ્ય અવસ્થાને જોતો નથી, માત્ર નિશ્ચયથી સત્તાએ સર્વ જીવોમાં રહેલી શુદ્ધ–સિદ્ધ અવસ્થાને જ જુએ છે અને તેઓ સાથે તેવો જ વ્યવહાર કરવાનો પ્રયત્ન કરે છે તે જ સ્વની મોક્ષ અવસ્થા પ્રગટ કરી શકે. પણ મોટા ભાગના જીવો અનાદિકાળથી મિથ્યાત્વને વશ થવાના કારણે જીવોની વિવિધ બાહ્ય અવસ્થાને પકડીને રાગ-દ્વેષની વૃદ્ધિ કરે છે અને આપણે પણ આપણું નથી તેને આપણું માનીને પકડીને બેઠાં છીએ. જેને તત્ત્વથી ધર્મ સમજાઈ જાય તેને તે છોડવું વાસ્તવિક સહજ છે. કારણ કે
જીવવિચાર // ર૮૯