________________
આપવાનું બંધ કર. વધારેમાં વધારે બીજાને પીડા મન-વચન-કાયાથી પંચેન્દ્રિય જીવો જ કરી શકે છે. મનથી પીડા આપવાના મનોરથો કરે, વચનથી બોલીને પીડા આપે ને કાયાથી પીડા આપે છે તે સ્વેચ્છાએ આપે છે. માટે પાછી વ્યક્ત પીડાઓ એને મળે છે. મનુષ્યભવમાં પીડા આપવાનું અને પીડા ન આપવાનું કાર્ય સ્વેચ્છાએ થઈ શકે છે. મનુષ્યભવમાં જ જીવ પોતાના આત્મામાં રહેલો પ્રમોદ માણી શકે અને અનાદિનો પ્રમાદ દૂર કરી શકે. પ્રમોદ માણવા સ્વ અને પર પીડા આપવાનું બંધ કરવા અપ્રમત્ત બનવું પડશે. અપ્રમત્તપણું મનુષ્ય સિવાય બીજા ભવમાં અશક્ય છે. તેથી મનુષ્ય સિવાયના ભવમાં પ્રમોદ સહજ માણી શકતો નથી અને તેના કારણે પ્રમાદી બની ચારે ગતિમાં ભટકે છે માટે મનુષ્યભવની દુર્લભતા છે. જો જીવ સ્વનો પ્રમોદ નહીં માણે તો તે બહાર માણવા પ્રમાદી બની બીજાને પીડા આપશે જેમ ગરમીથી કંટાળી એ.સી. ચાલુ કર્યું ને વાયુકાયના અસંખ્ય જીવોને શીતલતાની પીડા આપી ને આપણે આનંદ માણીએ અને એ દ્વારા આપણે સમાધિ મેળવી કે પીડા? આ વિચારણીય બાબત છે કે વર્તમાનમાં ધ્યાનના કલાસ પણ એ.સી. માં ચાલે છે. સમતાનો પરિણામ લાવવા માટે દયાનો પરિણામ પ્રથમ જોઈએ. દયા પ્રથમ છે. સમતા (સમ) એ તો પાંચમા સ્થાને છે. આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ ને શમ. એક શરીરના સુખ માટે અસંખ્ય જીવોની વિરાધના આવો વિચાર કેમ આવ્યો?
જેને પણ સંસારની પેઢી ચાલુ રાખવી હોય તે જનનું માને અને સંસારની પેઢી બંધ કરવી હોય તે જિનનું માને. શરીરનું સુખ ભોગવવાની ઈચ્છા થઈ એટલે આપણે સ્વેચ્છાએ આત્માને પીડા આપવાનું ચાલુ કર્યું અને સાથે-સાથે અસંખ્ય જીવોને પીડા આપવાનું કામ કરીએ છીએ.
સર્વાર્થસિદ્ધમાં રહેલા આત્માનું એક હાથનું શરીર છે, ઔદિયક ભાવનું અનુપમ સુખ છે, નિકાચિત કર્મના ઉદયથી એને છોડી શકતો નથી પણ એમાં ઉદાસીન ભાવ છે, અનુબંધ પડતો નથી, સંસારનું સર્જન થતું નથી અને એ જીવવિચાર | ૨૯૨