________________
જ પોતાનું અસ્તિત્વમાની અને તેના સુખ માટે તથા તેની રક્ષા માટે તે જીવનની પૂર્ણાહૂતિ કરી અનેક ભવોના કર્મોનું સર્જન કરી તિર્યંચગતિરૂપ ગહનવન અને નરકગતિ રૂપ દુઃખોથી ભિષણ એવી ભવયોનિમાં અનાદિકાળ સુધી ભમ્યા અને જ્યાં સુધી જિન વચનને પામીને તેની પૂર્ણ આરાધના નહીં કરે ત્યાં સુધી ભમ્યા કરશે. ગાથા ૫૦
તા સપઈ સપને, મઅરે દુલહેવિ સમ્મરે, સિરિ–સંતિસૂરિફિકે, કરેહ ભો! ઉજજમ ધખે ૫૦
મોંઘી માનવ જીંદગી આ, પરમ દુર્લભ ને વળી; ચંગ સમકિત રંગ પામી, મુક્તિ-કુસુમ કેરી કળી;
શ્રી શાન્તિસૂરિરાજ વચને, સારજે આ જીવનને, કર તે ભાવિક! ઉત્તમ પુરુષ, આચરેલા ધર્મને ૫૦
આવા ભયંકર ભવગહનવનરૂપ સંસારમાં જીવોને મનુષ્ય ભવ મળવો દુર્લભ છે. આવા દુર્લભ એવા મનુષ્યભવમાં પણ સૌથી દુર્લભ સમ્યકત્વની પ્રાપ્તિ છે. પુણ્યના યોગે બીજી બધી સંપત્તિ-સંબંધો-સંયોગો આદિ સર્વની પ્રાપ્તિ થવી સુલભ છે પણ તેમાં આત્માની સંપત્તિ રૂપ સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. સમ્યકત્વની પ્રાપ્તિ પછી જ જીવના અનાદિ પરિભ્રમણ પર અંકુશ આવે છે અને હવે સદા માટે ભવભ્રમણથી છૂટવાનો કાળ નિશ્ચિત થાય છે. આથી પૂ.શાંતિસૂરિ મહારાજ ભવ્ય જીવોને કહી રહ્યા છે કે તમે આ દુર્લભ સમ્યક્ત્વની પ્રાપ્તિના કારણભૂત જીવવિચારાદિ શ્રત ધર્મને જાણવાનો પ્રત્યન કરો. છવાઈ નવ પયત્વે જાણઈ તસ્સ હોઈ સભ્યતા
જે જીવાદિ નવતત્ત્વોને જાણીને તેની શ્રદ્ધા કરશે તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે. આથી જીવવિચારાદિસમ્યકશ્રુત જ્ઞાનવડે સમ્યક્ત્વના મૂળભૂત સ્વજીવાત્માના સ્વરૂપનો નિર્ધાર કરી તેની રુચિ કરી તે પ્રમાણે ચારિત્રધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ.
જીવવિચાર | ૨૮૭