________________
પૂ. આચાર્ય ગુરુદેવશ્રીને જીવ વિચારની વાંચના આપતા પ્રગટેલી આત્મ સંવેદનાઓનો રસથાળ
પૂ. શાંતિસૂરિ મહારાજ વીર પરમાત્માને ભાવ વંદન કરે છે. તેમને ક્ષયોપશમથી પ્રગટેલા મતિ-શ્રુતજ્ઞાન વડે પ્રભુના કેવલજ્ઞાનને વંદન કરે છે. પ્રભુના ગુણની પ્રાપ્તિ માટે ગુણથી ગુણને વંદન કરવું. જે ગુણવૃદ્ધિ શુદ્ધિનું કારણ બને તે ભાવવંદન ગણાય. વંદન વખતે ઉપયોગમાં (ભાવમાં) શું હોય? હું કેવલજ્ઞાન ધારક પ્રભુને વંદન કરું છું. અને મારામાં કેવલજ્ઞાનના પ્રગટેલા અંશરૂપ મતિ-શ્રુતજ્ઞાનથી વંદન કરું છું જે જ્ઞાન દ્વારા મિથ્યાત્વ નીકળે તે જ્ઞાન મતિ-શ્રુત રુપે બને, નહીં તો મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન કહેવાય. નિશ્ચયથી સત્તાએ બધા જીવ ગુણથી પૂર્ણ કેવલી છે માટે પોતાના જીવની સાથે બધા જીવોનો વિચાર પણ આવી જાય કે હું સત્તાએ કેવલજ્ઞાની છું તેમ બધા જીવ પણ સત્તાએ કેવલજ્ઞાની છે. તે બધા વ્યવહારે ભિન્ન ભિન્ન હોવા છતાં તેમને મતિ- શ્રુત જ્ઞાનનો ઉપયોગ છે પણ અલ્પ અને અશુદ્ધ છે તેવું જાણીને તેમના પર કરુણા ધારણ કરવાની છે. તેમની પાસે સત્તાએ કેવલજ્ઞાન હોવા છતાં હાલ માત્ર અંશ જ મતિ-શ્રુત અજ્ઞાન ખુલ્લો છે. જે ખુલ્લો ભાગ છે તે પણ અજ્ઞાન-અશુદ્ધ રૂપે છે. તેના કારણે તે જીવો વધારે દુઃખી છે કારણ કે અજ્ઞાન એ જ દુઃખનું કારણ છે. દુઃખી અજ્ઞાની જીવો ઉપર વધારે કરુણા લાવી મારું મતિ-શ્રુતજ્ઞાન નિર્મળ કરવાનું છે.
વંદન કરતી વખતે પોતાનો આત્મા જ્યારે વંદનીય લાગે ત્યારે એ આત્મા ભાવમાંથી સ્વભાવમાં આવ્યો કહેવાય અને ત્યાર બાદ ભાવવંદના થાય. ગુણમય બનવા માટેની ભૂમિકા એ ભાવ છે અને ભાવ પ્રમાણે એ થાય ત્યારે તે વર્તનમાં આવે અને ગુણમય બની જાય ત્યારે સ્વભાવમય બની જાય છે. બીજા બધા માટે જીવોએ અનંતીવાર દ્રવ્યપ્રાણો આપ્યા છે પણ જીવના ભાવ પ્રાણોની રક્ષા માટે એણે એક પણ વાર પૂર્ણ દ્રવ્યપ્રાણોનું બલિદાન નથી
જીવવિચાર || ૨૮૫