________________
જ્યારે સૌથી અધિક ઔદયિક સુખ ભોગવવાનું સ્થાન દેવલોક છે, ત્યાં જીવ પૂર્વે કરેલાં સુકૃત વડે અર્થાત્ શરીરને કષ્ટ આપી શરીરના સુખને છોડીને જે સુકૃત કરે તેના વડે બંધાયેલા નિકાચિત પુણ્યથી શરીરના સુખ ભોગવવા માટે જીવ દેવગતિમાં જાય.દેવભવમાંઆયુષ્ય કર્મના કારણે દેવભવને યોગ્ય શરીર ધારણ કરવા દેવલોકમાં ઉત્પન થાય તેટલો કાળ ત્યાં વૈક્રિય શરીરથી સુખ ભોગવે. પૂર્વે બીજા જીવોને જયણાના પાલનથી સાતા આપી અથવા જીવોની રક્ષાદિ માટે શરીરના કષ્ટ સહન કર્યા અથવા પ્રશસ્ત ભાવથી દેવ ભક્તિ આદિ કરવા વડે જે પુણ્ય બંધાયું તેથી તે સુખ ભોગવવા જીવોને દેવગતિની પ્રાપ્તિ થાય.દેવભવનું પુણ્ય પણ નિકાચિત, એટલે તે અવશ્ય ભોગવવું પડે. તેનો પણ ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરોપમનો છે. અનુત્તરવાસીદેવને પૂર્વભવમાં માત્ર સાત લવ જેટલું આયુષ્ય ખૂટવાના કારણે કે છઠ્ઠનો તપ ખૂટવાના કારણે નિર્જરા ઓછી થાય છે અને પ્રશસ્ત પુણ્ય બંધાય છે. તે ભોગવવા ૩૩ સાગરોપમ સુધી તેને એક હાથના શરીરમાં રહેવું પડે. પંચેન્દ્રિય મનુષ્યો અને તિર્યંચોને પણ ત્રણ પલ્યોપમનું આયુષ્ય પ્રાપ્ત થાય છે. યુગલિકના ભવમાં તે જીવને શારીરિક દુઃખો નથી હોતા, રોગો થતાં નથી, આહારની પણ અલ્પ જરૂર પડે છે. શરીર વડે કરેલાં તપ યાત્રાદિ કરવા વડે અને જયણાના પાલનથી બીજાને સાતા આપવાથી શરીરના સુખ ભોગવવા માટે યુગલિક ભવ મળે. દેવભવ અને યુગલિક ભવ સુખ ભોગવવા માટે છે પણ આત્માનું સુખ ભોગવી શકાતું નથી.
યુગલિકસિવાય પંચેન્દ્રિયતિર્યંચો અને ગર્ભજ મનુષ્યોનો ભવ સુખ અને દુઃખ ભોગવવા માટે હોય છે. સુખ-દુઃખ બંને ભોગવવાનું આત્મા છોડે તો આત્મા સમતા સુખને માણી શકે અને મનુષ્ય આ દેહ વડે દેહથી દૂર થવા દેહમાં વિરક્ત ભાવે રહીને જો આત્મામાં સ્થિર એટલે કે આત્મ સ્વભાવમાં લીન બની જાય તો કર્મનો ક્ષય કરી શકે. માટે સદા દેહમાંથી નીકળવાનું કરી શકે છે. દિવ–નરક અને તિર્યંચોનું આયુષ્યવિગેરે વિશેષવિગત - કોષ્ટકમાં જોઈ લેવી.)
જીવવિચાર | ૨૪