________________
યોનિના નવ પ્રકારઃ સચિત્ત, અચિત્ત, મિશ્ર, શીત, ઉષ્ણ, શીતોષ્ણ, વિવૃત્ત, સંવૃત્ત અને સંવૃત્તવિવૃત્ત. ૧. સચિત્ત યોનિઃ જીવના પ્રદેશોની સાથે એક મેક થઈ ગયેલા એવા
જીવતા જીવનો દેહાદિકભાગને સચિત્ત યોનિ કહેવાય. દા.ત. જીવતી ગાયના શરીરમાં ઉત્પન થતાં કૃમિ વગેરે જીવોની યોનિ સચિત્ત યોનિ કહેવાય. અચિત્ત યોનિઃ જીવના ઉત્પત્તિસ્થાન રૂપ સૂકું લાકડું વગેરે અથવા જીવના સંબંધથી સર્વથા રહિત એવા ઉત્પત્તિ સ્થાનને અચિત્ત યોનિ જાણવી. દેવ નારક ઉત્પત્તિ ક્ષેત્ર ભાગમાં એકેન્દ્રિય જીવો હોવા છતાં બીજા કોઈ જીવ પ્રદેશોથી તે પરિગૃહિત નથી તેથી અચિત્ત યોનિ કહેવાય. તેઓ ઉપપાત રૂપી જન્મ ધારણ કરે છે. મિત્ર યોનિઃ ઉપર્યુકત ઉભય સ્વભાવવાળી યોનિને સચિરાચિત્ત (મિશ્ર) જાણવી.ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચની યોનિ મિશ્ર છે. કેમકે તે સ્થાનમાં તેઓ ઉત્પન્ન થાય છે ત્યાં શુક્ર શીતોષ્ણાદિ અચિત્ત પુગલો છે તથા ગર્ભાશય સચિત્ત છે. એકેન્દ્રિયથી ચઉરિદ્રિય જીવો તેમજ સર્વ સંમૂચ્છિમ જીવોની યોનિ સચિત્ત, અચિત્ત તથા મિશ્ર એમ ત્રણ પ્રકારની હોઈ શકે છે.
શીત યોનિઃ શીત સ્પર્શવાળી યોનિ. અનંતકાયની શીત યોનિ હોય છે. ૫. ઉષ્ણ યોનિઃ ઉગ્ર ઉષ્ણ સ્પર્શવાળી યોનિ. (નિંભાડાના અગ્નિમાં
સફેદ ઉંદર ઉત્પન્ન થાય) દ. શીતોષ્ણ યોનિઃ શીત + ઉષ્ણ સ્પર્શવાળી યોનિ ગર્ભજ તિર્યંચ
પચેજિય, ગર્ભજ મનુષ્ય તથા દેવોના ઉપપાતોત્રનો સ્પર્શ શીતોષ્ણ હોવાથી દેવોની યોનિ શીતોષ્ણુયોનિ કહેવાય.
જીવવિચાર | ૨૭૯
૩.