________________
a તેઈન્દ્રિય જીવોનો આયુષ્યકાળઃ
તેઈન્દ્રિય જીવોનું આયુષ્ય દીર્ઘ નથી. ઉત્કૃષ્ટ ૪૯ દિવસનું આયુષ્ય છે. આથી તેમને જલદી મરણ આવવાનું નિશ્ચિત છે પણ તેટલાઆયુષ્યદરમ્યાન વિવિધ કડારૂપે થાય જેમ કે ધનેડાનાં જીવો અનાજમાં (ઘઉંમા) ઉત્પન્ન વિશેષ થાય. ઘઉં, કઠોળાદિમાં પડી તેને સડાવવા–ફોલી ખાવાવડે તેને ત્રાસ આપવાનું કામ કરે છે. મોટા ભાગના કીડાઓ (માંકડ, જૂ, લીખ, કીડી) મનુષ્યો, તિર્યંચો કે વનસ્પતિના શરીરમાં રહીને તેનું લોહી–માંસના રસને પીવા દ્વારા, ચટકા ભરવા વડે ત્રાસ આપવાનું કામ કરે છે. આમ તેમનું અલ્પજીવન પણ માત્ર આહાર સંજ્ઞાને પોષવામાં, રસનેન્દ્રિયને પોષવાવડે સ્વાત્માને પીડા આપવામાં અને બીજાના શરીરમાંથી લોહી, માંસનાં રસને પીવા અને સ્પર્શવા દ્વારા બીજાને પીડા આપવામાં પસાર થઈ જાય છે. તાપાદિછેદન-ભેદન–વેદરૂપ ભયંકર પીડા ભોગવવાવડે અકામ નિર્જરા દ્વારા તેઓ મનુષ્યાદિભવોને પ્રાપ્ત કરે છે, પણ મનુષ્યભવ પામીને મોક્ષ પામી શકતા નથી. 1 ચઉરિન્દ્રિય જીવોનો આયુષ્યકાળઃ
તેઇન્દ્રિય કરતાં અધિક છે એટલે કે છ માસ છે, છ માસના આયુષ્યમાં જન્મ ધારણ કરીને વધારેમાં વધારે એક યોજન જેટલું શરીર ધારણ કરી શકે. પણ સંમૂચ્છિમ જન્મ હોવાના કારણે તેમને મોટા શરીર ધારણ કરવામાં લાંબો સમય પસાર ન કરવો પડે. જન્મતાં જ તરત તેટલા–મોટા શરીરવાળા બની જાય. બીજા જીવોને ત્રાસ આપવાની શક્તિ વિકસેન્દ્રિયમાં સૌથી વધારે છે. વીંછી ડંખ મારવામાં સૌથી વધારે કુશળ છે અને ડંખ મારવા વડે બીજામાં ઝેર પ્રસરાવી તેનું મૃત્યુ પણ કરે. ડાંસ, મચ્છર, માખી આદિજીવો બીજા પ્રાણીઓને ડખ-સ્પર્શ કરવા વડે ખૂબ ત્રાસ આપે છે અને અપ્રીતિના કારણ બને છે. છ માસ દરમ્યાન તેઓ સતત માત્ર આહારની શોધમાં ફરતાં હોય છે, ભમતાં
જીવવિચાર || રદર