________________
જીવોને કર્મના સંબંધના કારણે આત્માના પાંચ ભાવપ્રાણ અનાદિથી આવૃત્ત થયાં, હવે જીવને જીવન જીવવા માટે દ્રવ્યપ્રાણની સહાય લેવી પડે. જ્યાં સુધી કર્મનો સંબંધ આત્માની સાથે રહેશે અને આત્માના ભાવ પ્રાણો જ્યાં સુધી પૂર્ણતા નહીં પામે ત્યાં સુધી દ્રવ્ય પ્રાણોની સહાય લેવી પડે.
સમ્યગ્દર્શન એ આત્માનો મુખ્ય ભાવ પ્રાણ છે પણ તે અનાદિથી મિથ્યાત્વ મોહનીય કર્મથી આવરિત થયો અને તેના વિકારરૂપે મિથ્યાત્વનો ઉદય થયો. તેના કારણે આત્માને પોતાના સ્વભાવમાં સદાજીવવાનું હતું તેના બદલે આત્મા કર્મના ઉદયથી પ્રાપ્તદ્રવ્ય પ્રાણોને જ પોતાના પ્રાણ - જીવન માની તેના માટે જ જીવે અને ભાવ પ્રાણોને ભૂલવાથી ભાવ પ્રાણોનું સતત મરણ થયા કરે. તેથી દ્રવ્ય પ્રાણી અને ભાવ પ્રાણોનું જ્ઞાન હોવું જરૂરી છે.
પાંચ ભાવપ્રાણો જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને અનંતવીર્ય. તે દસ વ્યપ્રાણઃ પાંચ ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, કાયબળ, વચનબળ મનોબળ એમ કુલ દસદ્રવ્યપ્રાણો – પુદ્ગલ દ્રવ્યથી બનેલા છે. ૧) આયુષ્ય પ્રાણ આયુષ્ય કર્મરૂપે કાર્મણ વર્ગણાના સમૂહ રૂપ બનેલા કર્મો જ આત્મા સાથે બંધાય અને બંધાયેલા આયુષ્ય કર્મજ આત્માને શરીરમાં રહેવાના કારણરૂપ બને છે. બાધેલા આયુષ્ય કર્મના જેટલા દળિયા હોય અને તે જ્યાં સુધી આત્મ પ્રદેશો સાથે રહે ત્યાં સુધી આત્માને ઔદારિક કે વૈક્રિય શરીરમાં રહેવું પડે. આમ આયુષ્ય પ્રાણ એ શરીરમાં રહેવાનું મહાબંધન છે. આ આયુષ્ય બંધનરૂપ હોવા છતાં જ્ઞાનીઓએ મનુષ્યના આયુષ્યને મહામંગલકારી રહ્યું છે. જો આત્મા જાગૃત થઈ ભવરૂપ બંધનને બંધન રૂપ જાણી અને તેમાંથી છૂટવાનો નિર્ણય કરી સર્વ કહેલા મુક્તિના ઉપાયોનો સ્વીકાર કરી સાધના કરે તો સદા માટે આત્મા ભવના બંધનથી મુક્ત થઈ જાય. માટે મનુષ્યના આયુષ્યને મહામંગલકારી કહેવાય છે અને જો આ ભવ ગમી જાય તો અનંતભવોનાં અનુબંધોને બાંધી સંસારમાં ભ્રમણ વધારે. આથી વિરપરમાત્માએ કહ્યું છે સમય નો માં પાયામનુષ્ય ભવમાં એક
જીવવિચાર || ૨૭૨