________________
ભવથી વધારે ભવ કરી શકે નહીં.
સંસારમાં પરિભ્રમણ કરતાં દુર્લભ એવા મનુષ્યના લગાતાર સાત–સાત ભવો જીવે પ્રાપ્ત કર્યા હશે પણ તે ભવોમાં ભમવા પ્રત્યે ઉદ્વેગનિર્વેદ પ્રગટ થયો નહીં અને સાથે આત્મરમણતા કરવા રૂપ સંવેગનો રંગ લાગ્યો નહીં. તેથી શુદ્ધ ધર્મની સાધના થઈ નહીં માટે જ મનુષ્યભવમાં રહેવાનો વારો આવ્યો.
:
પુરુષવેદે ઃ ૨૦૦ થી ૯૦૦ સાગરોપમથી અધિક કાળ રહી શકાય નહીં. સ્ત્રીવેદે : તિર્યંચ કે મનુષ્ય સ્ત્રી પૂર્વકોટીના પ/દ્ ભવ કરી ઈશાન દેવલોકમાં ૫૫ પલ્યોપમ આયુષ્યવાળી અપરિગૃહીતા દેવી થાય. ફરી પૂર્વકોટી મનુષ્ય કે તિર્યંચની સ્ત્રી તરીકેના ભવ કરી ૫૫ પલ્યોપમ આયુષ્યવાળો દેવીનો ભવ કરે. આ પ્રમાણે ૧૧૦ પલ્યોપમ પૂરાં થતા તેને સ્ત્રીવેદમાંથી પરાવર્તન કરવું પડે. ફરી પુરુષવેદમાં ઉત્પન્ન થાય નહીં તો નપુંસકવેદમાં ઉત્પન્ન થાય. જઘન્ય કાયસ્થિતિ સ્ત્રીવેદે એક સમયની છે. કોઈ સ્ત્રી ઉપશમ શ્રેણીમાં ત્રણે વેદને ઉપશમાવી અવેદને અનુભવી શ્રેણીથી પડે તો સ્ત્રીવેદને એક સમય અનુભવી બીજા સમયે કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થાય તો ત્યાં પુરુષવેદે ઉત્પન્ન થાય.
દ્રવ્ય અને ભાવ પ્રાણોનું સ્વરૂપ
ગાથા ૪૨
દસહા જિયાણા પાણા, ઈદિય—ઉસાસઆઉ—બલવા, મેગિંદિએસ ચઉરો, વિગલેસ છ સત્ત અટ્ઠવ ॥ ૪૨ II પાંચ ઈન્દ્રિયો જ, શ્વાસોશ્વાસ ને આયુષ્ય છે, મન વચન ને કાયાના બળ, રૂપ દશવિધ પ્રાણ છે. ઉપરોક્ત દશવિધ પ્રાણ પૈકી, ચાર છે એકેન્દ્રિયને છ સાત આઠ જ પ્રાણ, ક્રમથી હોય છે વિકલેન્દ્રિયને; ૪૨
જીવવિચાર // ૨૦૧
-: