________________
અવ્યવહાર રાશિમાંથી નીકળ્યા પછી પ્રાયઃ કરીને સૂક્ષ્મ વનસ્પતિકાય નિગોદમાં જીવ ભમે અને નરક કરતાં અનંત ગણી વેદના ભોગવે પછી જીવ પૃથ્વીકાયાદિ પાંચ સૂક્ષ્મમાં અસંખ્યાત લોકાકાશના જેટલા આકાશ પ્રદેશો છે તેટલી અવસર્પિણી કાળ સુધી ભમે છે. બાદર પૃથ્વીકાયાદિ, બાદર વનસ્પતિમાં ઓઘથી જીવ અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશ પ્રમાણ અવસર્પિણી કાળ ઉત્કૃષ્ટ ભમે છે. નિગોદમાંથી નીકળ્યા પછી બાદરપણામાં જઘન્ય કાયસ્થિતિ ચિત્ અંતર્મુહૂર્ત પણ હોઈ શકે.
વ્યવહાર રાશિમાં આવ્યા પછી (સૂક્ષ્મ—બાદર) નિગોદમાં ફરી સૂક્ષ્મ નિગોદમાં એક થી માંડી અનંતા જીવો જઈ શકે.
અનાદિ નિગોદમાંથી બહાર આવ્યા પછી જો જીવ (સમક્તિ પામ્યા વિના) ફરી નિગોદમાં જાય તો વધારેમાં વધારે કાળ નિગોદમાં અઢી પુદ્ગલ પરાવર્ત કાળ (ઉત્કૃષ્ટ કાળ) રહી શકે અને જો સમક્તિ પામીનેકોઈજીવનિગોદમાં જાય તો અર્ધ પુદ્ગલ પરાવર્તકાળની અંદર અવશ્ય બહાર નીકળી મોક્ષ પામે.
બાદર પૃથ્વીકાય આદિ પાંચ (દરેકમાં) કેટલો કાળ ભમે ?
સ્થાવરકાય બાદર પ્રત્યેકની કાયસ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ કાળ સુધી પૃથ્વીકાયના જીવ તરીકે પૃથ્વીકાયમાં વિવિધ ભેદ રૂપે વધારેમાં વધારે ઉત્પન્ન થઈ શકે. પછી તે જીવ પૃથ્વીકાયનો પર્યાય બદલાવે અને અધૂકાયાદિ રૂપે ઉત્પન્ન થાય ત્યાં પણ તે અધૂકાય તરીકે વિવિધ ભેદ રૂપે ૭૦ કોડાકોડી સાગરોપમ કાળ સુધી ઉત્કૃષ્ટ ઉત્પન્ન થાય પછી તે અગ્નિકાય તરીકે, તે જ પ્રમાણે વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય અને પાંચે સ્થાવરમાં દરેકમાં વધારેમાં વધારે ૭૦ કોડાકોડી સાગરોપમ કાળ રહી શકે અને પૃથ્વીકાયાદિમાં સૂક્ષ્મ કે બાદર પર્યાયમાં ઓઘથી અસંખ્ય ઉત્સર્પિણી કાળ સુધી પરિભ્રમણ કરે.
જીવવિચાર | ૨૬૯