________________
તેમજ રૂપથી પૂર્ણ અતીત જે અરૂપી અવસ્થા છે તે પણ તેમણે પ્રગટ કરી લીધી છે તથા સર્વ પરક્ષેત્રથી અતીત અવસ્થા માત્ર સ્વાત્મ પ્રદેશોમાં જે રહેલા પૂર્ણ ગુણમાં પૂર્ણ વીર્યપ્રર્વતાવવા વડે સ્વક્ષેત્રમાં જ રહીને તેમાં જ પૂર્ણ રમી રહ્યાં છે. તેમજ સર્વકાળથી પણ અતીત અવસ્થા છે અર્થાત્ સિદ્ધોને રાત્રિ-દિવસાદિનો કાળ લાગતો નથી. તેમની પ્રગટ થયેલી શુદ્ધ, સિદ્ધાવસ્થા તેજસ્વરૂપે કાઈ પણ બાહ્ય ફેરફાર થયા વિના કાયમી અનાદિકાળ સુધી રહેશે અર્થાત્ તેમનો નાશ નહીં થાય. આથી સિદ્ધોને કાયસ્થિતિ નથી. તેમજ દેવ અને નરકના જીવો પણ એ જ ભવમાં અર્થાત્ દેવનો જીવ મરીને ફરીદેવપણે ઉત્પનન થઈ શકે. એક ભવ તિર્યંચ કે મનુષ્યમાં જવું જ પડે. દેવનો આત્મા મરીને નરકમાં સીધો જઈ શકે નહીં. તેમજ નરકના જીવો પણ સીધા ફરી નરક તરીકે ઉત્પનન થઈ શકે. એક ભવતિર્યંચ કે મનુષ્યનો કરવો પડે. તે જ પ્રમાણે યુગલિકોના જીવો પણ ફરી મરીને યુગલિક તરીકે ઉત્પન્ન ન થાય. તેમને માટે દેવલોકમાં જવું ફરજિયાત હોય છે. યુગલિક પચેજિયતિર્યંચો પણ દેવલોકમાં જાય માટે તેમની પણ કાયસ્થિતિ નથી.
ચૌદ રાજલોકમાં રહેલા સંસારી જીવો બે રાશિ (વિભાગ)માં વહેચાયેલા છે. ૧) અવ્યવહાર રાશિ (૨) વ્યવહાર રાશિ.
અવ્યવહાર રાશિ કે જેમાં રહેલા જીવો અનાદિઅનંત કાળથી ત્યાં જ જન્મ-મરણની પરંપરાને કરે છે. એક પણ વખતનિગોદના સૂમ પર્યાયમાંથી બીજા કોઈપણ પર્યાયને હજુ સુધી પ્રાપ્ત કર્યું નથી. તેમની કાયસ્થિતિ અનંતાનંત પુલ પરાવર્તકાળની છે. તેમાં જે જાતિ ભવ્ય જીવો છે તેઓ કોઈપણ કાળમાં અનાદિ અવ્યવહાર રાશિની નિગોદમાંથી બહાર નીકળવાના નથી. એક જીવ જ્યારે સિદ્ધમાં જાય ત્યારે અનાદિનિગોદમાંથી એક ભવ્ય કે અભવ્ય જીવ બહાર નીકળે. પણ જાતિ ભવ્ય કે જાતિ અભવ્ય ક્યારે પણ બહાર નીકળે નહીં.અનાદિઅવ્યવહારરાશિ નિગોદમાંથી બહાર નીકળ્યા પછી તેઓ પૃથ્વીકાયાદિ જુદા-જુદા પર્યાયને પામવાની યોગ્યતાવાળા બને.
જીવવિચાર | ૨૮