________________
પણ સમય પ્રમાદકરવા જેવો નથી. પ્રતિ સમય આત્માની પૂર્ણતા પ્રગટાવવા માટે ઉપયોગ હોવો જરૂરી છે. (૨) કાયબળ આયુષ્યના ઉદય પ્રમાણે જે ભવમાં (શરીરમાં) રહેવાનું છે તે પ્રમાણે જીવ આહારના પુદ્ગલો ગ્રહણ કરી તેમાંથી શરીરની રચના કરશે. આમ તે શરીર પ્રાણરૂપ બની જશે. શરીર એ ઔદારિક કે વૈક્રિયા પરમાણુ સ્કંધોથી બનેલું છે તેથી તે દ્રવ્ય પ્રાણ કહેવાય. (૩ થી ૭) પાંચ ઇન્દ્રિય પ્રાણઃ જીવ આહારના પુદ્ગલોમાંથી ઇન્દ્રિયોનું નિર્માણ કરે અને તે ઈન્દ્રિયો વડે આત્મા હવે જ્ઞાન કરવાનું કામ કરશે. જ્ઞાનનું સાધન બનેલ ઇન્દ્રિય તે રૂપે પ્રાણ થાય તે ઇન્દ્રિય પણ પુદ્ગલથી બનેલી છે તેથી દ્રવ્ય પ્રાણ રૂપે કહેવાય. પાંચ ઈન્દ્રિય આમ બંધન રૂપ છે, છતાં જ્ઞાનના સાધનરૂપ છે. જો ઈન્દ્રિયોજ્ઞાનની સાધનાના ઉપયોગમાં ન આવે તો તે વિષયોના કારણરૂપ બની ભવભ્રમણ કરાવનાર બને. (૮) શ્વાસોચ્છવાસ બળઃ શ્વાસોચ્છવાસ એ પણ પુગલવર્ગણા છે. તેને ગ્રહણ અને છોડવા રૂપ જે પ્રક્રિયા કરવી તે દ્રવ્ય પ્રાણ છે. આયુષ્ય પ્રાણ સુધી તે પણ રહે. (૯) વચન પ્રાણઃ પોતાના આત્માને જે જ્ઞાન પ્રગટ થાય તે જ્ઞાનને સમજ રૂપે પ્રગટાવવા બીજાને વ્યક્ત કરવા ભાષા વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરવા તેવડે તેનેવચન રૂપે પરિણમાવી વિસર્જન કરવા. વચન પ્રાણ પણ પુદ્ગલદ્રવ્ય રૂપ હોવાથી તે દ્રવ્ય પ્રાણ છે. (૧૦) મન પ્રાણ આત્મામાં પ્રગટ થતા જ્ઞાનને પોતાના બોધરૂપ અનુભવ થાય તે માટે વિચાર રૂપે પ્રગટાવવા. મનોવર્ગણા ગ્રહણ કરી તેને મન રૂપે (વિચારણા કરવા) પરિણાવી વિસર્જન કરે તેને મન પ્રાણ કહેવાય.
દસ દ્રવ્યપ્રાણો પુદ્ગલરૂપે હોવા છતાં જ્યારે તેમાં આત્મવીર્ય રૂપ ભાવપ્રાણ જોડાય ત્યારે જ તે દ્રવ્ય પ્રાણી કાર્યરૂપ બને છે. આત્મા પોતે અનંતશક્તિનો ધણી છે. પોતાની શક્તિઓને (ગુણોને) પોતે અનુભવવા સમર્થ
જીવવિચાર || ૨૭૩