________________
શકે છે. સંશી પંચેન્દ્રિયને દસમું મનપ્રાણ પ્રાપ્ત થાય છે. મન પ્રાણ દ્વારા તેઓને જ્ઞાન અધિક મળવાથી શરીરના સુખને ઇચ્છાપૂર્વક ભોગવી શકે છે. મિથ્યાર્દષ્ટિ આત્માઓને મન દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય તેમાં શરીર સુખને ઉપાદેય રૂપે માને અને તે સુખ ભોગવવા માટે જ જીવન જીવે તેથી વધુ પાપ કરવાથી નરકાદિ દુર્ગતિમાં જાય અને ત્યાં શારીરિક, માનસિક દુઃખોને ભોગવે. સંશી જીવોને જેમ–જેમ મિથ્યાત્વ મંદ થતું જાય તેમ—તેમ તેઓ શરીરના સુખને હેય માનતા જાય અને મોક્ષસુખ ઉપાદેય લાગતું જાય તેમતેમ તેઓ પાપથી ઉદાસીન બનતા જાય તેમ—તેમ તેઓ દુઃખોથી બચતા જાય. જે સંશી પંચેન્દ્રિય જીવો મિથ્યાત્વને દૂર કરે અને તીવ્ર રાગ–દ્વેષની ગાંઠને અપૂર્વ વીર્યોલ્લાસ દ્વારા ભેદે ત્યારે તેનામા સમક્તિ પ્રગટ થાય. હવે તેને શરીર આત્માના બંધન રૂપ લાગે અને શરીરનું સુખ પીડા રૂપ લાગે તેથી શરીર અને શરીરના સુખોમાંથી સતત છૂટવાનો અભિલાષ થાય અને પોતાના આત્મામાં રહેલા અનંત સુખોને ભોગવવાનો તલસાટ જાગે. પોતાના અનંતકાળના ભવ પરિભ્રમણનો હવે નિશ્ચિત અંત આવશે તેવો દૃઢ નિશ્ચય થવાથી અપૂર્વ આનંદ હોય, સાથે પોતાના આત્મામાં રહેલા અનંત સુખને પોતે વર્તમાનમાં ભોગવી શકતો નથી તેમજ વિરતિનો સ્વીકાર કરી શકતો નથી અને આત્માને પીડા કરનારા સંયોગો સાથે પોતે રહેલો છે તેનું અત્યંત દુઃખ હોય છે. આમ સંશી પંચદ્રિય જીવો માટે મન એ મોક્ષની સાધનાનું પરમ સાધન છે અને મિથ્યાર્દષ્ટિ (શરીર સુખના રાગીઓ) માટે મન એ નરકાદિ દુર્ગતિનું પરમ સાધન બને. માટે મન પ્રાણ એ દ્રવ્ય પ્રાણ હોવા છતાં મોક્ષનું પરમ સાધન છે.
મનુષ્યભવનું શરીર કાયબળ, વચનબળ, પંચેન્દ્રિયો, શ્ર્વાસોચ્છ્વાસ વિ. દ્રવ્ય પ્રાણો અનંત કેવલ જ્ઞાનાદિ ભાવપ્રાણોને પ્રગટાવવા માટે પરમ સાધનો છે માટે પુણ્યોદયે મળેલા દ્રવ્યપ્રાણોનો ઉપયોગ ભાવ પ્રાણોની પૂર્ણતા કરવામાં થાય તો પુણ્ય સફળ થાય, નહીં તો દ્રવ્યપ્રાણો દ્વારા ભાવપ્રાણોને ગુમાવવાનો અવસર આવે.
જીવવિચાર // ૨૭૫