________________
ગાજ
અવું અણોર—પારે, સંસારે સાયરશ્મિ ભીમમ્મિ, પત્તો અગ્રત—ત્તો, જીતેહિં અપત્ત-ધર્મોહિં ॥ ૪૪ ॥
ધર્મનેં પામ્યા નથી, એવા જ જીવો એહ છે;
તે અનંતીવાર પામ્યા, છે મરણ આવું અહો ! ભયંકર અપાર સંસાર–સાગરને વિષે નિશ્ચે કહો. ૪૪
જે પાર ન કરી શકાય તેવો વિશાળ – ગંભીર અને ભયંકર છે એવા ભવસમુદ્રમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતાં જીવો સર્વજ્ઞ કથિત ધર્મને પામ્યા વિના સ્વયં પોતે પીડા પામે છે અને અનેક જીવોની પીડામાં નિમિત્ત બને છે. ભવસમુદ્ર અણોરપાર (જેનો છેડો ન દેખાય તેવો) કયારે લાગે ? જ્યારે જીવોની કાયસ્થિતિનો વિચાર કરીએ અને તેમાં સ્થાવરકાયમાં જીવો કેટલું પરિભ્રમણ કરે છે તે જો બરોબર સમજાઈ જાય તો આ સંસારના રૌદ્ર સ્વરૂપનો ખ્યાલ આવે. હવે સંસારને તરવાનો માત્ર એક જ ઉપાય છે, સર્વજ્ઞ કથિત ધર્મનો જે આત્મા સ્વીકાર કરે અને તેને આત્મસાત્ કરે તો જ તે આત્મા આ ભવસમુદ્રને સહેલાઈથી પાર પામી જાય બાકીના બધા આત્મા રખડયાં કરે.
જીવવિચાર | ૨૦૬