________________
હોય છે. ભમરા–માખી આદિગંધની શોધમાં સતત ભટકે અને આહાર સંજ્ઞા, ગંધ સંજ્ઞાને પુષ્ટ કરી હિંસક વૃત્તિઓને પુષ્ટ બનાવી આયુષ્ય પૂર્ણ કરે છે. મનુષ્યાદિ તેના ત્રાસથી બચવા તેને દૂર કરવા ધૂમાડાં ઝેરી દવાઓ છાંટવા આદિ કરવા દ્વારા તે જીવો સાથે વેરાનુબંધ દ્વેષાદિ કરી ભવની પરંપરા ઊભી કરે છે. આ બધા જીવોની આ ભવની અવસ્થા વિચારીને વિશેષ સાવધાન થવાનું છે.
દેવો તથા નારકના જીવોનો આયુષ્યકાળઃ ગાથા : ૩s
સુર–નેરઈયાણ ઠિઈ ઉક્કોસા સાગરાશિ તિત્તીસ, ચઉપય–તિરિય–મણુસ્સા, તિનિય પલિઓવમાં હુતિ || ૩૬ ..
ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ આયુ નારક–દેવનું,
જઘન્યથી તેઓનું તો, છે દશ હજાર જ વર્ષનું. ૩૬ દેવ તથા નરકના જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની હોય છે અને સામાન્યથી જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષની હોય છે.
પંચેન્દ્રિયતિર્યંચ તથા મનુષ્યોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પલ્યોપમની હોય છે અને સામાન્યથી જઘન્યસ્થિતિ અંતમૂર્હતની જાણવી.
વ્યક્ત દુઃખ ભોગવવાનું ક્ષેત્ર નરક છે. જીવે પૂર્વે બાંધેલા નરક આયુષ્યના કારણે તે ભોગવવા માટે વૈક્રિય શરીરની પ્રાપ્તિ થાય છે અર્થાત્ નિકાચિત કર્મના ઉદયરૂપ તે શરીરમાં જેટલું આયુષ્ય કર્મ બાંધ્યું હોય તેટલો કાળ ફરજિયાત તે શરીરમાં રહીને પીડા ભોગવવી પડે છે. જીવે શરીર માટે અને શરીર વડે જે જીવોને પૂર્વે પીડા આપી છે તેની સજા રૂપે કર્મસત્તા તે જીવને તેવા જ પ્રકારની પીડા આપે છે. ચૌદ રાજલોકમાં ચારે ગતિમાં રહેલા સર્વજીવોમાં સૌથી વધારે વ્યક્તપીડા સાતમી નરકમાં રહેલા નરકજીવને હોય છે. ૩૩ સાગરોપમ સુધી એક સરખી પીડા, વેદના અને દુઃખો ભોગવે છે.
જીવવિચાર || ૨૩