________________
0 જળચર, ઉરપરિસર્પ, ભુપરિસર્પ અને બેચરના જીવોનો
આયુષ્યકાળઃ ગાથાઃ ૩૭
જલયર–ઉર–ભયગાણ, પરમાતું હોઈ પુવ–કોડીઓ, પી પુણો ભવિઓ, અસંખ–ભાગો ય પલિયસ ll૩૭
ગર્ભજ મનુષ્યોનું અને ગર્ભજ ચતુષ્પદ પ્રાણીનું
ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું, જઘન્ય અંતર્મુહૂર્તનું ગર્ભજસમૂચ્છિમ જલચરો, ગર્ભજ ઉરગ ભુજગનું
ઉત્કૃષ્ટ આયુ પૂર્વકોડ વર્ષનું, ત્રણેય તણું. અસંખ્યાતમો છે ભાગ, પલ્યોપમતણો પક્ષી તણું ૩૭
જલચર સમૂર્છાિમ અને ગર્ભજ તે બંનેનું ક્રોડ પૂર્વ વર્ષનું આયુષ્ય સમજવું. જલચર, ઉરપરિસર્ષ અને ભુજપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય કોડ પૂર્વ વર્ષનું તથા પક્ષીઓનું પલ્યોપમના અસંખ્યાત્મ ભાગ જેટલું છે. સમૂર્ણિમ ચતુષ્પદ ૮૪,૦૦૦ વર્ષ પક્ષી–૭૨,૦૦૦ વર્ષ, ઉપર પરિસર્પ–પ૩,૦૦૦ વર્ષ અને ભુજપરિસર્પ-૪૨,૦૦૦ વર્ષ જણાવેલ છે.
જલચર તરીકે માછલી આદિના ભવમાં (શરીરમાં) આત્માને પૂર્વ કોડવર્ષ સુધી રહેવાનું આયુષ્ય કર્મ બંધાયું અર્થાત્ પૂર્વ ભવમાં જે શરીરમાં રહેવાનો અધ્યવસાય કર્યો હોય જેમકે બાથમાં સ્નાન કરતાં પાણીમાં રહેવાનું સુખરૂપ લાગે અને તેનો ગમો થયો, તેની અનુમોદનાદિ વડે નિકાચિત એવું કર્મ બાંધી લીધું, જેના ઉદયે જીવ મનુષ્ય મટી જ્યાં પાણીમાં દીર્ઘકાળ રહી શકાય એવા સમુદ્ર વિગેરેમાં માછલા તરીકે ઉત્પન્ન થાય. ત્યાં તેટલો કાળ જીવે માછલામાં એકહજાર યોજન પ્રમાણ શરીરને પોષવા કેટલાય માછલાનાં સંહાર કરવા વડે શરીરને પોષવું પડે અને તેમાં જે આસક્તિ આવી જાય તો
જીવવિચાર || ર૫