________________
ત્રસ કાય જીવોનો આયુષ્યકાળ :
ગાથા : ૩૫
વાસાણિ બારસાઉ, બેઈદિયાણ તેઈદિયાણું તુ, અઉણાપન્ન—દિણાઈ, ચઉરિંદીણું તુ છમ્માસા IIII બે ઈન્દ્રિયોનું બાર વર્ષોનું, વળી તેઈન્દ્રિયોનું, દિવસ ઓગણપચાસ, અને ચૌરિન્દ્રિયનું પદ્માસનું. ૩૫ બેઈન્દ્રિય જીવોનો આયુષ્યકાળ :
બેઈન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર વર્ષ, તેઇન્દ્રિય જીવોનું ૪૯ દિવસ અને ચઉરિન્દ્રિય જીવોનું છ મહિનાનું હોય છે. જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત હોય છે.
શાસ્ત્રમાં બેઈન્દ્રિય જીવોની વેદનાનું વર્ણન કરતાં કહે છે. द्विन्द्रियत्वं च ताप्यन्ते, पीयन्ते पूतरादय: । चूर्नन्तं कश्चमयः पादै भक्ष्यन्ते चटकादिभि : ॥ शंखादयो निखयन्ते, निकलयन्ते जलौकस : । મુહુપદીઘા: પાત્યો, નાવૌપધાવિત્રિ: ||
પાણીમાં રહેલા પોરા ઉત્કૃષ્ટ આયુષ્ય બાર વર્ષનું ધરાવે છે. પણ તે પ્રાયઃ અઢીદ્વીપની બહાર હોય, સૂર્યના તાપથી તેઓને તપવું પડે. તિર્યંચાદિ જીવો એ પાણી પીવે એની સાથે તેઓ પણ પીવાઈ જાય. કૃમિ જીવોને પગથી ચૂરીને ખાય છે. પશુ—પક્ષીઓ કૃમિઓને મુખ દ્વારા ભોજન કરવા વડે ભયંકર ત્રાસ પમાડે. જળો લોહીથી પુષ્ટ બનેલ હોય તેનાં લોહીને ચૂસવા દ્વારા દીર્ઘકાળ સુધી તેને ત્રાસ આપવામાં આવે. (ગુ ુપદ) કૃમિઓ પેટમાં ઉત્પન્ન થાય છે અને મનુષ્યોનો આહાર ખાવા વડે શરીરને પુષ્ટ બનાવે છે. પેટમાં પીડા થવાથી મનુષ્યો તે કૃમિઓનો ઔષધ દ્વારા નાશ કરે છે.
જીવવિચાર | ૨૦૧