________________
ઉપયોગ સાવધાની પૂર્વક કરવામાં ન આવે તો તરત શરીરને બળતરા થવા રૂપ પીડા ઉત્પન્ન કરનારો થાય અર્થાત્ પ્રતિકૂળતા વડે આર્તધ્યાન અને અનુકૂળ તા વડે પણ આર્તધ્યાન કરાવશે. માટે અલ્પ આયુષ્યવાળા અગ્નિકાયથી વિશેષ સાવધાની પૂર્વક રહેવાનું છે. અગ્નિકાયથી સર્વવિરતિ માત્ર સાધુ જ
સ્વીકારી શકે અને પાળી શકે. (૪) વાયુકાય જીવોનો આયુષ્યકાળઃ
બાદર વાયુકાયના જીવોનું ક્ષેત્ર પાંચે સ્થાવરકાયમાં સૌથી વધારે છે. કારણ બાદર વાયુકાય અતિ કઠિન (નક્કર) પૃથ્વીકાય સિવાય ૧૪ રાજલોકમાં સર્વત્ર જ્યાં-જ્યાં પોલાણો છે ત્યાં છે અને સર્વ જીવો કરતાં તે અતિ કોમળ છે અને સર્વ જીવોના શરીરને સ્પર્શીને રહેલો છે. આથી સ્થાવરકાયમાં વાયુકાયના શરીરો સાથે સૌથી વધારે કાળ રહેવાનું છે તેનું શરીર શીતળ અને કોમળ હોવાથી માતાનો અનુભવ વિશેષ થવાથી તેમાં ઉદાસીન ભાવે રહેવાનું અતિ દુષ્કર છે અને વિશેષમાં વાયુકાય જીવોનું શરીર દષ્ટિગોચર બનતું નથી તે માત્ર સ્પર્શનેન્દ્રિય દ્વારા અનુભવાય તેથી તેનો ઉપયોગ રહેવો પણ દુષ્કર છે. આથી અનુકૂળ વાતાવરણમાં ગમો ઊભો રહે, તેની અપેક્ષા ઊભી રહે પછી તે મળતાં આનંદિત થઈ જવાય. વાતાવરણ બહુ જ સારું હતું તેથી આરાધના સારી થાય તેવી માન્યતા થઈ જાય અને આયુષ્યનો બંધ પડી જાય તો જીવને વાયુકાયમાં જવાનું થાય. વાયુકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષનું છે. તે જીવો સામાન્યથી ઘનાદિના વલયની નીચે ઘનવાત ને તનવાત તરીકે હોય છે અને લવણ સમુદ્રના પાતાળ કળશોમાં નીચેના વાયુ રૂપે રહેલા છે. દરિયામાં ભરતી, તોફાની મોજાઓનું ઉછળવું તે બધું વાયુકાય–પાણીના જીવો સાથે ભળે ત્યારે થાય છે. મોટાં-મોટાં વાવાઝોડા વગેરે વાયુકાયના વિદુર્વેલા શરીર રૂપે છે જેના કારણે ગામ-નગરમાં રહેલાં ઘરો ઊડાડી મૂકે, પશુ, પંખી
જીવવિચાર || ૨પ૯