________________
તળાવાદિમાં રહેલાં છે. મનુષ્યો, તિર્યંચોનાં જીવન નિર્વાહ કરવામાં અપૂકાય જરૂરિયાત રૂપે થાય છે અને શરીર સુખ માટે પણ તે જીવોનાં શરીર વડે સાતા-અનુકૂળતા મળે છે, તેથી શરીરને સ્વચ્છ કરવામાં, હાવામાં, કપડાદિને ધોવામાં તેની વિરાધના થાય છે. એક બાદર પર્યાપ્ત અપૂકાય જીવને આશ્રયે એ જ શરીર અવગાહનામાં અસંખ્યાતા લોકાકાશના આકાશ પ્રદેશોની સંખ્યા જેટલા અસંખ્યાતા બાદર અપર્યાપ્ત અપૂકાયના જીવો રહેલાં હોય છે અને તે ચારેનિકાયનાદેવોની સંખ્યા કરતાં અસંખ્યાત ગુણા અધિક છે. અથવા પાણીના એકબિંદુમાં સાત નારકીના જીવો કરતાં અસંખ્યાત ગુણા અધિક છે. પાણીમાં રહેલ શીતળતા, કોમળતા, સ્નિગ્ધતાદિના કારણે તેમાં સાતા રૂપે સુખ અનુભવવાના કારણે તેમાં રહેવાનું મન થાય.ઉનાળાની ઋતુમાં ભયંકર તાપમાં જો શીતલ જળાશય, કુંડ, હોજ મળી જાય તો તેમાં રહેવાનું, ડૂબવાનું, રમવાનું મન થાય અને અનુમોદના થાય તો અલ્પકાળ તેમાં રહીને દીર્ઘકાળ સુધી ત્યાં રહેવાનું કર્મ બાંધે. અપૂકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત હજાર વર્ષ છે. મોટા આયુષ્યવાળા અપૂકાયના જીવો લવણ સમુદ્રમાં રહેલા પાતાલ કળશોમાં નીચેના ભાગમાં રહેલા હોય છે. જ્યાં તેઓને મોટે ભાગે કોઈ પીડા ન કરે અથવા ખીણો વગેરેમાં જે સ્થાનમાં ખાબોચીયા હોય છે જ્યાં બીજા કોઈ અવર–જવર ન કરે તેવાં સ્થાનમાં પાણી રૂપે ઉત્પન્ન થાય છે અથવા દેવોની વાવડીના નીચેના ભાગમાં, દ્રહોમાં પાણી રૂપેઉત્પન્ન થાય છે. અધોલોકમાં રહેલી ૭પૃથ્વીઓનેવીંટળાઈને ઘનોદધિ (ઘીની જેમ થીજેલા પાણી) અપૂકાય તરીકે ઉત્પન્ન થાય. (૩) તેઉકાય જીવોનો આયુષ્યકાળઃ
બાદર અગ્નિકાય જીવોની ઉત્પતિ આ અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતે જ્યારે ઋષભદેવનું રાજ્ય સ્થપાયું ન હતું અને યુગલિક કાળ પૂર્ણ થયો તે વખતે થાય છે. તેનું ક્ષેત્ર ખૂબ જ નાનું છે. માત્ર અઢીદ્વીપ અને તેમાં પણ માત્ર કર્મભૂમિમાં અને તે પણ પાંચ ઐરાવત ને પાંચ ભરતમાં હોય
જીવવિચાર // ર૫૭