________________
(૨) ઉલાર પલ્યોપમઃ ઉપરોક્ત સંખ્યાત ટુકડાવાળા કૂવામાંથી એક ટુકડાને સમયે-સમયે કાઢવામાં આવે અને કૂવો ખાલી થતાં જે કાળ પસાર થાય તે બાદર ઉદ્ધાર પલ્યોપમ કહેવાય અને તે જ વાળના અસંખ્યાત ટુકડાવાળા કૂવામાંથી સમયે-સમયે એક વાળ કાઢતા જેટલો સમય કૂવાને ખાલી થવામાં લાગે તે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય. (દ્વીપ, સમુદ્રો આ માપે મપાય છે.) (૩) શેત્ર પલ્યોપમઃ અસંખ્યાતાબાદરકલ્પેલા વાલાગ્રે સ્પર્શેલા આકાશ પ્રદેશને સમયે-સમયે અપહરણ કરતાં કૂવો ખાલી થતાં બાદર ક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે અને આકાશ પ્રદેશને સ્પર્શેલા અને નહીં સ્પર્શેલા બધા આકાશપ્રદેશોને સમયે-સમયે અપહરણ કરતાં કૂવો ખાલી થાય તેને સૂક્ષમ ક્ષેત્ર પલ્યોપમ કહેવાય. (પૃથ્વી આદિ જીવોની સંખ્યા આ માપ ગણાય.) 0 સ્થાવર જીવોનો આયુષ્ય કાળઃ ગાથા : ૩૪
બાવીસા પુટવીએ, સત્તય આઉસ્સ તિનિ વાઉસ્સા વાસ–સહસ્સા દસ તરુ–ગણા તેહ તિરાઉ II ૩૪.
આયુષ્ય પૃથ્વીકાયનું, છે વર્ષ બાવી હજારનું હજાર સાત અખાયનું, અહોરાત્રિ ત્રણ અગ્નિ તણું
આયુષ્ય વાયુકાયનું છે વર્ષ ત્રણ હજારનું,
દશહજાર જ વર્ષનું, પરમ આયુતરુ પ્રત્યેકનું ૩૪ (૧) પૃથ્વીકાય જીવોનો આયુષ્યકાળઃ
સૂક્ષ્મ નિગોદમાં અને સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ પાંચમાં અંતર્મુહૂર્ત માત્ર આયુષ્ય ધારણ કરવા વડે સૂક્ષમ પૃથ્વીકાયાદિ સાથે સૂક્ષ્મ જીવોના શરીરનો સંયોગ થવાના કારણે ભયંકર અવ્યક્ત પીડા ભોગવતાં અને બાદ કાયા વડે પીડાનભોગવતા તેઓ દીર્ઘકાળત્યાંરખડી અકામનિર્જરા વડે બાદર પર્યાયમાં જાય. બાદર કાયમાં પૃથ્વી કાયની પર્યાપ્ત શરીર અવસ્થામાં જીવ ઉત્કૃષ્ટથી
જીવવિચાર | ૨૫૫