________________
રર,૦૦૦ વર્ષ રહી શકે. તે પ્રાયઃ વિશેષથી ખર પૃથ્વી જેમકે રત્નો, પર્વતની શિલાદિમાં વિશેષથી રહે. તેથી સતત તેમને તે શરીરો વડે પીડાની પ્રાપ્તિ થાય. સચિત્ત પૃથ્વીકાયને પાણીનો સંયોગ, અગ્નિ, વાયુકાય આદિના સંઘટ્ટાથી પીડા થાય. ખોદેલી માટી તાજી હોય તેના પર ચાલવાથી તેને પીડા થાય. સચિત્મીઠાનો ઉપયોગ કરવાથી તેને પીડા આપવાનું પાપ લાગે. પૃથ્વીકાયના બનાવેલા વાસણ, ઘર, મકાન, દિવાલ, રત્નો, આભૂષણો, ગવાક્ષ, હવેલીઓ આ બધા પર રાગ, આસક્તિ, મમત્વ, મૂછ આવી જાય તો જીવ પૃથ્વીકાયના આયુષ્યનો બંધ પાડી પૃથ્વીકાય રૂપે થાય.બીજાની હવેલી, ઘર, આભૂષણો, ઘરેણાદિ ગમી જાય, અનુમોદના થાય, કેવા તેઓ પુણ્યશાળી સુખી છે? તે વખતે આયુષ્યનો બંધ પડે તો પણ જીવ પૃથ્વીકાયમાં જાય.
સંસાર ભાવના પ્રકરણમાં જ્ઞાની મહર્ષિઓ સ્થાવરકાય જીવોની વેદના વર્ણવતા કહે છે (૧) કેટલાક આત્માઓ હળ આદિ શાસ્ત્રોથી ફડાય, ટ્રેકટર, કોદાળી પાવડા વગેરેથી ખોદાય (ર) કેટલાક આત્માઓ ઘોડા, હાથી, ગધેડાદિ પશુઓની ખુરા વડે મર્દન કરાય. (૩) કેટલાક પાણીના પ્રવાહોથી પલ્લવિત થાય (૪) કેટલાકદવાગ્નિથી દહાય (૫) કેટલાક આત્માઓ, લવણ, આચાર્લી, મળ-મૂત્રાદિનાં પાણીથી વ્યથિત થાય (૬) લવણ—ક્ષારપણાને પામેલા પૃથ્વીકાય ઉષ્ણ પાણીમાં ઉકાળાય (૭) કેટલાક આત્મા કુંભારાદિ દ્વારા ઘડા, ઈટો, આદિ થઈને પકાવાય (૮) કેટલાક માટી-રેતી-ચૂનો આદિ પૃથ્વીકાય ને કાદવ – ગારો કરી ભીંતની અંદર ચોંટાડે (૯) કેટલાક પૃથ્વીકાય જીવોને ક્ષાર દ્વારા પકાવીને કારીગરો શણ ઉપર ખૂબ ઘસે (૧૦) કેટલાક પૃથ્વીકાય આરસાદિ પત્થરોને ટાંકણાંથી કોતરાવે. આ પ્રમાણે પૃથ્વીકાયની અનેક પીડા જાણીને વિવેકી આત્માઓએ સર્વથા તેમને પીડા આપવાનું બંધ કરવું જોઈએ અથવા તે માટે કંઈક મર્યાદા પણ બાંધવી જોઈએ. (૨) અપૂકાય જીવોનો આયુષ્યકાળઃ પૃથ્વીકાયથી કોમળ શરીરવાળા, અસંખ્યાતા સમુદ્રો, વાવડી, કૂવા,
જીવવિચાર || ર૫૬