________________
વગેરેનો મહાનાશ થાય. વાયુકાયમાંથી નીકળેલા જીવો સીધા દેવમનુષ્ય—નારમાં આવી શકે નહીં અને તિર્યંચ પંચેન્દ્રિયમાં જવા છતાં સંમતિ પ્રગટ કરી શકે નહીં.
(૫) વનસ્પતિકાય જીવોનો આયુષ્યકાળ :
પાંચ સૂક્ષ્મ પૃથ્વીકાયાદિનું જઘન્ય ને ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. સાધારણ વનસ્પતિકાય સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત બન્નેનું આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. પ્રત્યેક વનસ્પતિકાયનું જઘન્ય પર્યાપ્ત અને અપર્યાપ્ત બન્નેનું અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષનું છે. સાધારણ વનસ્પતિકાયનું આયુષ્ય અલ્પ હોવા છતાં વેદના સૌથી વધારે ભોગવે છે. એક શ્વાસોચ્છવાસમાં તેના ૧૭ણા ભવ થાય છે એક ભવમાં અત્યંત અલ્પ કાળમાં તેને શરીરની રચના– આહાર– શ્ર્વાસોશ્વાસ પૂર્ણ કરવા પડે છે અને બે પર્યાપ્તિઓ અનંતા શરીરોએ સાથે રહીને કરવી પડે છે. અનંતા જીવો સાથે કર્મ—કષાય અને કાયાના સંગ સહિત રહેવાના કારણે જીવને મહાપીડા ઉત્પન્ન થાય છે, આત્મા સ્વયં સાતમી નરકથી અનંતગણી વેદના ભોગવે છે અને બીજા નિગોદના જીવોને પણ પોતાનું શરીર વેદના આપવામાં નિમિત્ત બને છે.
સ્વયંભૂરમણ સમુદ્રમાં એક હજાર યોજનથી અધિક કાયા ધરાવતું કમળ રહેલું હોય છે ત્યાં તેને દસ હજાર વર્ષ સુધી અકાયનાં જીવોની સાથે રહેવું પડે છે. તેનું શરીર અકાયના કોમળ શરીર સાથે ઘર્ષણ પામે અને પરસ્પર કિલામણા થાય. આમ પ્રત્યેક વનસ્પતિકાયના જીવો અકાયના કોમળ શરીર વડે પોતે પણ કિલામણા પામે અને બીજાને પણ કિલામણામાં નિમિત્ત બને. આવા જીવો ઉત્કૃષ્ટ આયુષ્યમાં વધારેમાં વધારે તે આઠ ભવ કરી શકે પછી એક ભવ બદલવો પડે. આમ દીર્ઘકાળ આવી વેદના ભોગવતાં અકામ નિર્જરા કરવા વડે તે મનુષ્યાદિ ભવમાં આવે છે.
જીવવિચાર || ૨૬૦