________________
હરિવર્ષ અને રમ્યક્ષેત્રમાં હંમેશા બીજો સુષમા નામનો આરો. હિમવંત ને હિરણ્યવંત ક્ષેત્રમાં હંમેશાં ત્રીજો સુષમા—દુષમા નામનો આરો હોય છે. ભરતક્ષેત્રમાં તે આરા ક્રમે કરીને ફરતાં રહે છે. પ્રથમ આરો ચાર કોડાકોડી સાગરોપમનો, બીજો આરો ત્રણ કોડાકોડી સાગરોપમનો, ત્રીજો આરો બે કોડાકોડી સાગરોપમનો તેટલો કાળ યુગલિક જીવો હોય. ત્રીજા આરાના ૨/૩ કાળ સુધી યુગલિક ભાવ રહે છે. છેલ્લા ભાગની શરૂઆતમાં છએ સંઘયણવાળા, પાંચ સંસ્થાનવાળા સેંકડો ધનુષ્યની કાયાવાળા અને અસંખ્ય હજાર વર્ષોનાં આયુષ્યવાળા જીવો હોય છે. તેઓ કાળ કરીને દેવલોકમાં જાય. આહારનું અંતર ઘટતું જાય, પ્રમાણ વધતું જાય, રાગાદિ કષાયોની વૃદ્ધિ થાય. અપત્ય જોડલાનું પાલન પણ વધતું જાય અને જીવો મરણ પામીને ચારે ગતિમાં જનારા થાય છે. કલ્પવૃક્ષોનો પ્રભાવ ઘટતો જાય, વૃક્ષના ફળાદિના રસ–કસ ઘટે, યુગલિકમાં સંગ્રહવૃત્તિ આવે, પરસ્પર કલહ થાય, પાચન શક્તિ મંદ પડે, છેલ્લા પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહે ત્યારે ક્રમસર સાત કુલકરો થાય. તેઓ હકાર, મકાર, ધિક્કાર નીતિનું પાલન કરાવે. કેટલાંક કાળે તે નીતિ મર્યાદાનો પણ ભંગ થાય, કલ્પવૃક્ષો નિષ્ફળ જાય.
સાડા
આ પ્રમાણે ત્રીજા આરાના ૮૪ લાખ પૂર્વને ૮૯ પખવાડિયા (૩ વર્ષ માસ) બાકી રહે ત્યારે યુગલિક કુલકરને ત્યાં પ્રથમ તીર્થંકર પરમાત્માનો જન્મ થાય. પછી બાદર અગ્નિ ઉત્પન્ન થાય. ૬૪ પ્રકારની કળા પ્રર્વતાવે. અસિ—મષિ ને કૃષિ આદિ કર્મ પ્રવર્તે ત્યારથી તે કર્મભૂમિ બને. તે વખતે ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની કાયા અને પૂર્વક્રોડ વર્ષનું આયુષ્ય હોય. આ આરાના ૮૯ પખવાડિયા બાકી રહે ત્યારે પ્રથમ તીર્થંકરનો મોક્ષ થાય.
ચોથો આરો દુષમા—સુષમા નામનો ૪૨ હજાર ન્યૂન એક કોડાકોડી સાગરોપમના કાળવાળો હોય. શરૂઆતમાં ૫૦૦ ધનુષ્યની કાયા પછી ધીમે—ધીમે શરીર ઘટતા જાય. ૫૦ લાખ કોડ સાગરોપમનો કાળ વિત્યા પછી બીજા તીર્થંકર ભગવંતોનો જન્મ થાય. આ આરામાં ૨૩ તીર્થંકરો, ૧૧ચક્રવર્તીઓ, જીવવિચાર || ૨૪૯