________________
1 ચતુષ્પદ જીવોની અવગાહના: ગાથાઃ ૩૨
છચ્ચેવ ગાઉઆઈ, ચપ્પયા ગબ્બયા સરયવા કોસ-તિગં ચ માસ્સા, ઉકાસ–શરીર–માણે ૩રા
ચતુષ્પદ સંમૂચ્છિમનું તનુ ગાઉ પૃથકત્વ પ્રમાણ છે ગર્ભજ ચતુષ્પદનું તન, નિશ્ચ છ ગાઉ પ્રમાણ છે.
ગર્ભજ મનુષ્યોનું તન, ત્રણ ગાઉનું ઉત્કૃષ્ટ છે. ૩ર 3. મનુષ્યોના શરીરની અવગાહના
સંમૂર્છાિમ મનુષ્યની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જ હોય છે. તેઓ અપર્યાપ્ત અવસ્થામાં જ કાળ કરે છે. ગર્ભજ મનુષ્યમાં સંખ્યાત વર્ષવાળા અને અસંખ્યાત વર્ષોવાળા યુગલિક મનુષ્યો એમ બે પ્રકાર છે. ચોથા આરામાં સંખ્યાત વર્ષવાળા મનુષ્યોની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ્ય પ્રમાણ હોય છે. પાંચમાં આરામાં સાત હાથની કાયા અને છઠ્ઠા આરામાં બે હાથની કાયા ઉત્કૃષ્ટ હોય છે. 3. અસખ્યાત આયુષ્યવાળા યુગલિકોના શરીરની અવગાહના:
દેવકુરુ અને ઉત્તરકુરુના મનુષ્યોની અવગાહના ત્રણ ગાઉ અને તિર્યંચોની છ ગાઉ હોય છે.૩–૩દિવસને આંતરે માત્ર તુવેરના દાણા જેટલો આહાર કરે છે. તેમને ર૫ પાંસળીઓ હોય છે અને સ્ત્રીઓ એક જ વખત જોડલાને જન્મ આપે અને ૪૯દિવસ સુધી તેનું પાલન-પોષણ કરે. તે યુગલ પ્રથમ સાત દિવસ ચત્તા સૂતા અંગૂઠો ચૂસે છે. પછીના સાત દિવસમાં પૃથ્વી પર જરા પગ માંડે પછીના સાત દિવસમાં કાંઈક મધુરવાણી બોલે છે. પછીના સાત દિવસમાં કઈક અલના પામતા ચાલે છે. પછીના સાત દિવસમાં સારી રીતે સ્થિરતા પૂર્વક ચાલે છે. પછીના સાત દિવસમાં સમસ્ત કળાઓને જાણનારા બને છે. પછીના સાત દિવસમાં યૌવન અવસ્થાને પામીને ભોગ ભોગવવાને સમર્થ બને છે. પછી કેટલાંક સમ્યકત્વને યોગ્ય બને છે અને કેટલાક
જીવવિચાર | ૨૪૭