________________
જેને આત્માના ગુણો ન ગમે તે જ આત્મા આનંદપૂર્વક વિષયોનું સેવન કરે બીજ ન કરી શકે. જેને સ્વ આત્મા પર દ્વેષ જાગ્યો છે તેને ગુણિયલ આત્મા એવો પણ ન ગમે. મોહ જ્યારે આત્મા પર સવાર થાય ત્યારે તે ભયભીત હશે. તેની આંખો ચકળવકળ થયા કરશે તે સ્થિર નહીં રહી શકે, કારણને પકડો તો બધું સમજાઈ જાય.
રરઆત્માઓ કામને વશ ક્રોધી બન્યા, સમતાને બદલે વિકારને વશ બન્યા. કામ અને ક્રોધ એ ભાવહિંસા છે અંદર કષાય છે તો કામ પ્રગટ થાય. કેવલીઓની સામે કરોડો દેવાંગનાઓ આવે અથવા તેમની કેડ પર બેસે તો પણ તેમને કામ ઉત્પન્ન ન થાય, કારણ મૂળમાં કષાય નથી તેનો ક્ષય થયો છે. કામ એ મહાહિંસા છે, આપણે તેને હિંસા માનતા નથી. જે મુનિ ધર્મધ્યાનમાં છે તેની હિંસા કરવા તે રર દોડ્યાને પોતાના શસ્ત્રોથી જ દાયાં.
પૂ. ભદ્રબાહુસ્વામીના શિષ્ય અગ્નિદત્ત ઉદ્યાનમાંથી આવીને પૂ.યશોભદ્ર સૂરિને રર જીવોની સ્થિતિ વિશે પૂછતા આચાર્યયશોભદ્રસૂરિએ અગ્નિદત્તને કહ્યું કે તે ૨૨ પુરુષો દારૂ પીને કામને વશ બનેલા તારા વધ માટે આંધળા થઈને કૂવામાં પડ્યાને પોતાના શસ્ત્રોથી કપાયાને ભયંકર આર્તધ્યાનમાં ચડ્યા. તર્ગતચિત્ત થવું તે ધ્યાન. શરીરની પીડામાં તતચિત્તવાળા બન્યા માટે તે ધ્યાનવાળા બન્યાને પૂર્વે વિષયોમાં આસક્ત હતા તેરર પુરુષો કામલત્તા ને સેવવાના પરિણામવાળા હતા. તે મરીને કામલત્તાના જમણા સ્તનમાં જે છેદ પડ્યા છે તેમાં કૃમિતરીકે ઉત્પન થયાં. પંચેન્દ્રિય જીવમાંથી સીધાબેઈન્દ્રિયમાં ગયાં. વિષયમાં આસક્ત બન્યા તેથી સંમૂચ્છિતરીકે ઉત્પન્ન થયા અને પાછું અનુબંધવાળુ કર્મ છે તેથી પરંપરા ઊભી થાય. કામલત્તાને તેનાં કારણે તીવ્ર વેદના થઈ. ઉત્કૃષ્ટ પાપનું ફળ તીવ્ર બનેને તરત મળે. કામલત્તાએ શ્રેષ્ઠ વૈદ્યોને બોલાવ્યાં ને રરને જીવતા કાઢ્યાં. હાડકા-માંસ-લોહીથી આજીવો બંધાયેલા છે તેમને પાણીથી ભરેલા પાત્રમાં મૂકીને વેશ્યાને બતાવ્યાં. ઔષધિથી વેશ્યાના ઘાને રૂઝવી દીધો તેથી તેને સમાધિ થઈ.વૈદ્યોને માંગવું ન પડે તેટલું દાન આપ્યું.
જીવવિચાર // ૧૯૩