________________
(૧૩) બુહ બોષિત સિહ ગુરુ વડે બોધ પામીને સિદ્ધ થનારા. (૧૫૦૦
તાપસી આદિ). (૧૪) આકસિદ્ધ વીર પ્રભુ એકલા જ સિદ્ધ થયાં. (૧૫) અનેકસિદ્ધ એકી સાથે અનેક આત્માઓ સિદ્ધ થાય છે. પુંડરિક
સ્વામી પાંચ ક્રોડની સાથે, પાંડવો વીસક્રોડ સાથે.
સિદ્ધોનું સુખ જગતમાં કોઈપણ સુખની તુલના કે ઉપમાને પામી શકે તેવું નથી.
નવિ અત્રિ માણસા સુખ નવિ સત્ર દેવામાં
જ સિતાં સુખ, અવ્યાબાઈ ઉવગયાણ. અવ્યાબાધ સ્થિતિને પામેલા સિદ્ધોને જે સુખ છે તે મનુષ્યોને કે સર્વ દેવોને પણ નથી. •
સુરના સુખ ત્રિકાળના અનત ગુણા તે કીધ. મનત વર્ગ વર્ણિત કર્યા, તો પણ સુખ સમિધ જરા
તે સુખની ઈચ્છા કરો તો, મૂકો પુદ્ગલસંગ. અલ્પ સુખને કારણે, દુઃખ ભોગવે પરસંગ ૪all
(અધ્યાત્મ બાવની) સર્વદેવોના ત્રણે કાળના સુખને ભેગું કરવામાં આવે અને અનંતવર્ગથી તેને ગુણવામાં આવે તો પણ તે સુખ સિદ્ધના સુખની તોલે અંશ રૂપ પણ ન આવે. દેવનું સુખ પુદ્ગલના સંગથી પ્રાપ્ત થનારું છે. તે સુખ પણ અપેક્ષાએ પીડારૂપ જ છે. જ્યારે સિદ્ધોનું સુખ કોઈપણ પુદ્ગલના સંગથી રહિત આત્મામાં રહેલું સ્વાભાવિક સુખ છે. તે મેળવવા પુદ્ગલના સુખનો ત્યાગ અવશ્ય કરવો જ પડે. જ્યાં સુધી આત્મા સર્વ પુદ્ગલ–સંગનો ત્યાગ કરતો નથી ત્યાં સુધી પુગલના સંગ રૂપદેહમાં રહીને બીજાદેહવાળા જીવોને અર્થાત કર્મના ઉદયથી જે જે શરીરાદિ પ્રાપ્ત થાય છે તે વડે સ્વયં પીડા ભોગવે અને
જીવવિચાર || ર૩૦