________________
(૩) તીર્થ સિલઃ તીર્થની સ્થાપના થયા પછી જે આત્માઓ સિદ્ધ થાય તે
તીર્થ સિદ્ધ કહેવાય. (જબૂસ્વામી વગેરે) k) અતીર્થ સિદ્ધ તીર્થની સ્થાપના થયા પૂર્વે જે આત્માઓ સિદ્ધ થાય
તે અતીર્થ સિદ્ધ કહેવાય. (મરુદેવી માતા). (૫) ગૃહલિંગ સિદ્ધ ગૃહસ્થ વેશમાં જે કેવલજ્ઞાન પામી સિદ્ધ થાય તે.
(ભરત મહારાજા આદિ) () સ્વલિંગ સિદ્ધઃ જિનસિંગે સિદ્ધ થાય તે. (ગજસુકુમાલાદિ) (૭) અન્યલિંગ સિત અન્યતાપસાદિવેશમાં જે કેવલજ્ઞાન પામી સિદ્ધ
થાય તે અન્યલિંગ સિદ્ધ ગણાય. (વલ્કલચીરિ.) (૮) સ્ત્રીલિંગ સ્ત્રી પર્યાયે સિદ્ધ થાય છે. (ચંદનબાળા આદિ) (૯) નરલિંગ સિત પુરુષ પર્યાયે સિદ્ધ થાય છે. (કૂર્માપુત્રાદિ) (૧૦) નપુસકલિંગ સિહઃ નપુંસક પર્યાયે સિદ્ધ થાય છે. જે જન્મથી
નપુંસકન હોય ને પાછળથી કૃત્રિમ રીતે નપુંસક થયા હોય તે સિદ્ધ થઈ શકે. (ગાંગેય)(જન્મથી નપુંસક હોય તેવા આત્મા સિદ્ધ થઈ
શકતા નથી.) (૧૧) પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કોઈ નિમિત્ત પામીને જે સાધુપણું સ્વીકારે ને
કેવલજ્ઞાન પામીને સિદ્ધ થાય તે (કરકંડ), કપિલ બે ભાષા સુવર્ણ લેવા ગયેલ પછી લોભ વધતા મર્યાદા વધારી અને વિચાર કરતા
વૈરાગ્ય ભાવ થયો અને ત્યાં જ સાધુપણું સ્વીકારી લીધું. (૧૨) સ્વયભુતસિહઃ તીર્થંકર પરમાત્મા પોતાની મેળે જ બોધ પામે છે
તેમનાં કોઈ ગુરુ બની શકે નહીં. તેઓ જન્મતાં જ નિર્મળ એવા ત્રણ જ્ઞાનને ધારણ કરનાર હોય છે.
જીવવિચાર / રર૯