________________
પ્રમાણ અને અંતમુહૂર્તમાં તે સાત હાથ પ્રમાણ થઈ જાય. પોતાના દેવલોકની બહાર તિચ્છલોકમાં જાય ત્યારે તે ઉત્તર વૈક્રિય શરીર બનાવે અને તે શરીર ઉત્કૃષ્ટ એકલાખયોજન સુધીની ઊંચાઈવાળુંવિકુર્તીશકે નાનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું અદશ્ય પણ બનાવી શકે. બીજાનાં શરીરમાં પણ પ્રવેશી શકે અને બીજાના શરીરમાં પ્રવેશીને પૂર્વના વૈરાદિને યાદ કરીને બીજાને પીડા પણ આપી શકે. વિવિધ રૂપ પણ ધારણ કરી શકે અને વૈકિય રૂપ કરી તીર્થકરોના કલ્યાણક વખતે સમોવસરણની રચના કરવા અથવા નંદીશ્વર દ્વીપ આદિમાં મહોત્સવ કરવા પણ જાય. પરમાધામી દેવો વૈક્રિય રૂપ કરી પહેલી, બીજી કે ત્રીજી નરકમાં જઈ ત્યાં નારકીના જીવોને વિવિધ રૂપ કરી વિવિધ પ્રકારની વેદના આપવા વડે ભવભ્રમણ વધારે.
૦૦૦
જીવવિચાર || રર૭.