________________
એક હજાર યોજન હોય છે. સ્વયંભૂરમણ સમુદ્ર એક હજાર યોજન ઊંડો છે તેના તળિયે કાદવમાં કમળની ઉત્પત્તિ થાય અને તેની દાંડી એકહજાર યોજના પાણીના ઉપરના ભાગની સપાટી સુધી લાંબી હોય. કમળ પુષ્પ રૂપે ઉપર ફેલાયેલું હોય તેથી સાધિક એક હજાર યોજન થયું. વૃક્ષ જેટલું મોટું તેમ તેના મૂળિયા જમીનમાં ઊંડા-ઊંડા આહારની સતત શોધમાં હોય, વનસ્પતિનિરંતર આહાર ગ્રહણ કરે અર્થાતુઆહારની પીડા ચાલુ હોય. મૂળિયા રૂપ શરીર માટી પાણીનું શસ્ત્ર રૂપ બને. આમ પાંચે સ્થાવરકાય જીવોને નિરંતર વેદના જેમ કોઈ દુશ્મનાદિને કંટકાદિના માર મારવામાં આવે અને તેની ઉપર મીઠાના કે મરચાના પાણી છાંટવામાં આવે તેનાથી અસંખ્યાત ગણી વેદના આ જીવોને હોય, છેદન–ભેદનાદિ થી થતી વેદના તો વધારાની છે. ગાથા : ૨૮
બારસ જોયણ તિન્નેવ, ગાઉઆ જોયણં ચ અણુક્કમસો બેઈદિય તેઈદિય, ચઉરિદિય–દેહમુચ્ચત્ત. . ૨૮. શરીરયોજનબારનું, બેઈન્દ્રિયોનું આખિયું; ત્રણ ગાઉનું તેઈન્દ્રિયનું, ચઉરિન્દ્રિયનુંયોજન તનુ. ૨૮ વિકસેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના:
બેઈન્દ્રિયની બાર યોજન, તે ઇન્દ્રિયની ત્રણ ગાઉ અને ચઉરિન્દ્રિયની ચાર ગાઉ = એક યોજન પ્રમાણ હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા જીવો મોટે ભાગે અઢીદ્વીપની બહાર હોય છે. શંખ વગેરે બાર યોજનવિસ્તારવાળા હોય, જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે.
અઢીદ્વીપની અંદર જ્યારે ચક્રવર્તઓ વિદ્યમાન હોય અને તેઓનું છઠ્ઠું કરોડના પાયદળનું આયુષ્ય એક સાથે પૂર્ણ થવાનું હોય ત્યારે બાર યોજન વિસ્તારવાળા આસાલિક (બેઈન્દ્રિય જીવ) ઉત્પન્ન થાય. તે અંતર્મુહૂર્તના આયુષ્યવાળો હોય અને તે મરણ પામે તે વખતે ખાડો પડે તેમાં ૯૬ કરોડ
જીવવિચાર // ૨૩૬