________________
વાયુકાયના જીવોની વિરાધના કઈ રીતે થાય ?
પ્રાણાદિતોડનું પાતેન, શ્વાસેનૈકેન જન્તવ ઃ । હન્યતે શતશો બ્રહ્મજ્ઞળુ માત્ર અક્ષર વાદિનામ્ ॥
(સાંખ્યમત)
હે ! બમ્સન ઃ એટલા માત્ર અક્ષરને બોલનારાઓની નાસિકા અને મુખમાંથી નીકળેલા એક શ્વાસ વડે સેંકડો વાયુકાયના જીવો હણાય છે. આથી સાંખ્ય પરિવ્રાજકો જ્યારે બોલે ત્યારે મુખ તથા નાસિકાના વાયુ દ્વારા જીવોને વ્યાઘાત ન થાય તે માટે તેઓ મુખ પાસે લાકડાની પાટલીને રાખીને બોલે છે. વૈક્રિય શરીરિણઃ શક્રસ્યડપિ અનાવૃત્તમુખત્વેન । ભાષમાણસ્ય ભાષા સાવધા ભવિત ॥
તદા સુતરાણા મનુષ્યાણું ભાષા સાવધા ભવતિ (ભગવતી—સંદેહદોહવલી ટીકા)
વૈક્રિય શરીરને ધારણ કરનાર ઈન્દ્ર પણ જો ઉઘાડા મુખે બોલે તો વાયુકાયની વિરાધના થવા વડે તેની ભાષા સાવધ બને તો પછી મનુષ્યની ભાષા સુતરા સાવધ જ બને. તેથી બોલતી વખતે મુહપત્તિનો ઉપયોગ રાખવો જોઈએ, નહીં તો અસંખ્યાતા વાયુકાયના જીવોની વિરાધનાનું પાપ લાગે. તેમ અગ્નિકાય અને અટ્કાયના જીવો પણ કોમળ છે તેથી તેના ઉપયોગમાં પણ સાવધાની રાખવી જરૂરી. વધારે અનુકૂળતા તે જીવો તરફથી જ મળે છે તેથી તેની વિરાધનાની સંભાવના વિશેષ છે. તે જ રીતે સુંવાળી માટી (પૃથ્વીકાય) પણ વધારે કોમળ હોય છે. તેમના સૂક્ષ્મ શરીરના સમૂહથી કોમળતા પ્રાપ્ત થાય. કાળી, લાલ, રાખોડી, પીળી, સફેદ અને ગોપી ચંદનની માટી અત્યંત સુંવાળી હોય છે તેથી તેના ઉપયોગ વખતે વિરાધના ન થાય તે લક્ષમાં રાખવું જરૂરી છે.
પ્રત્યેક વનસ્પતિના શરીરની અવગાહના :
જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અને ઉત્કૃષ્ટ સાધિક જીવવિચાર | ૨૩૫