________________
અને પરિગ્રહ જોવા મળે છે. આ સંસ્કારો લઈને તેઓ મનુષ્યાદિ ભવમાં આવી છે અને ત્યાં પણ તેઓ વિશેષથી ચારેય સંજ્ઞાઓને પોષનારી બને છે. ઉત્કૃષ્ટ પ્રમાણ શરીરવાળી કીડીઓ અઢીદ્વીપની બહાર હોય છે.
શરિન્દ્રિય જીવોની અવગાહના :
ઉરિન્દ્રિય જીવ : વીંછી, ભમરા, મધમાખી, પતંગિયા, મચ્છરાદિની ઉત્કૃષ્ટ અવગાહના એક યોજન = ચાર ગાઉ સુધીની હોય છે અને તે મોટા ભાગે અઢીદ્વીપની બહાર જંગલોમાં વિશેષથી હોય છે. જેમ શરીર મોટું તેમ તેમને આહાર માટે વધારે ભમવું પડે.
નરકના જીવોની અવગાહના :
ગાથા:૨૯
ધણુ–સય—પંગ પમાણા નેરઈયા સત્તમાઈ પુઢવીએ । તત્તો અતણા; નેયા રચણ—પહા જાવ II ૨૯ ॥
સાતમી નરકે જીવોનું, પાંચસો ધનુનું તનુ; નરક છઠ્ઠીમાંહિ નારકનું, અઢીસો ધનુષ્યનું, શરીર પાંચમી નારકમાંહિ, સવાસો ધનુષ્યનું. ચોથી નારકીના જીવોનું, સાડી બાસઠ ધનુષ્યનું, તનુમાન ત્રીજીમાં સવા, ઈગતીસ ધનુઓનું ગણું; સાડી પંદર ધનુષ્ય ઉપર, બાર અંશુલ બીજીમાં, ધનુષ્ય પોણાઆઠ ષટ્ અંગુલનું તનુ પહેલીમાં. ૨૯
સાતમી તમઃ તમપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ શરીરની ઊંચાઈ ૫૦૦ ધનુષ્ય પ્રમાણ છે અને તે ઘટતી—ઘટતી પ્રથમ નરકમાં પોણા આઠ ધનુષ્ય અને સાત અંશુલ જાણવી.
જીવવિચાર // ૨૩૮