________________
પાયદળ એકી સાથે દટાઈને મરણ પામે. બેઈન્દ્રિયનું આ ઉત્કૃષ્ટ શરીર અનેક જીવોના મરણમાં નિમિત્તભૂત બને.
તેઇન્દ્રિય જીવો કાનખજૂરા, કીડી વગેરે ત્રણ ગાઉના શરીર ધારણ કરનારા પ્રાયઃ અઢીદ્વીપની બહાર હોય. કીડીઓ સામાન્યથી ૦.૦૪ ઇંચ જેટલી હોય છે. ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉ હોય છે. કીડીઓની ૮૪૦૦0 જાતો વૈજ્ઞાનિકોએ શોધી છે. ધ્રુવપ્રદેશ સહિત સર્વત્ર તે પથરાયેલી છે. કીડીઓ પોતાનાથી નાના જંતુઓને ખોરાક તરીકે આરોગે છે. કીડીની એક એવી જાત છે જેનાં શરીરમાં રસાયણિક દ્રવ્ય ભરેલું હોય છે. જેનો ઉપયોગ તે શસ્ત્ર રૂપે કરે છે. તેના સમગ્ર શરીરમાં એક છેડેથી બીજે છેડે પહોંચે તેમ વિષ ભરેલી એક સૂક્ષ્મ પેશી હોય છે. પોતે મરતાં–મરતાં વિષનો વરસાદ કરે છે. વળી સાથે—સાથે અન્ય પેશીઓમાંથી એવું પણ રસાયણ છોડે છે જે અન્ય કીડીઓને દુશ્મનના હુમલાનો સંદેશો પહોંચાડે છે. દક્ષિણ બ્રાઝિલમાં જલતી કીડીઓ (ફાયરએન્ટ) હોય છે. આ કીડીઓ પોતાનાં સ્વ બચાવ માટે ડંખે ત્યારે એવું વિષ ઠાલવે છે કે ડંખની જગ્યાએ ગરમાગરમ સોય ભોંકાય તેવી તીવ્ર બળ તરા થાય છે. આ ઉપરાંત આફ્રિકા, અગ્નિએશિયા, ઉત્તર ઓસ્ટ્રેલિયાનાં ઘટાટોપ જંગલોમાં વૃક્ષોની છત્રમાં વસાહત ઊભી કરનારી કીડીઓની એક જાત તો વણકર કહેવાય છે. તેની લાળ દ્વારા ઉત્પન્ન થતા રેશમના સુંદર તાંતણાઓ દ્વારા સેંકડો અને હજારો પાંદડાઓ અને ડાળીઓને બાંધી આકાશી વસાહત ઊભી કરે છે. કીડીઓ વીંછી, ગરોળી, સર્પ જેવાં ઝેરી પ્રાણીઓ પર એકી સાથે સમૂહમાં તૂટી પડે છે ને તેને ફોલી ખાય છે.
-
કીડીઓની અંદર સંપ – સહકાર પૂર્વક વર્તવાની શક્તિઓ રહેલી હોય છે. અમેરિકા ખંડના લુઈશિયાના – આર્જેન્ટિનામાં વસવાટ કરતી કીડીઓનો ખોરાક મોટે ભાગે શાકાહાર હોય છે. તેઓ વનસ્પતિના પાંદડા કાપી તેના ટુકડા કરી, પુષ્પોના ટુકડા કરી તેને ભેગા કરી તેમાંથી ફૂગ બનાવીને પછી તેને ખાય છે. કીડીઓમાં ચારે પ્રકારની સંજ્ઞા
આહાર, ભય, મૈથુન
જીવવિચાર | ૨૩૭