________________
ગાથા : ૨૭
અંગુલ–અસંખ–ભાગો, સરીરમેચિંદિયાણ સર્સિ જયણ–સહસ્સામહિય, નવરં પતય રૂકખાણા ૨૭ II
અસંખ્યાતમા અંગુલના, વિભાગ જેટલું ભાખિયું
શરીર સવિએકેન્દ્રિયોનું, આટલું વધુ દાખિયું, હજાર યોજનથી અધિક, પ્રત્યેક તરુનું ભાખિયું. ૨૭ એકેન્દ્રિય જીવોના શરીરની અવગાહનાઃ
અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડીને સાધિક હજાર યોજન સુધી હોય. તેમાં પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય, સૂક્ષમ અને બાદર સર્વજીવનું શરીર માપ (અવગાહના) જઘન્ય કે ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમા ભાગથી અધિક ન હોય. અંગુલના અસંખ્યાતમા ભાગમાં પણ તેના અસંખ્ય ભેદો હોવાથી તેમાં પણ દરેકના અંગુલના અસંખ્યાતમા ભાગમાં તરતમતા હોય. આંગળીના એક વેઢા જેટલો ભાગતે એક અંગુલ કહેવાય. તેના અસંખ્યાતમા ભાગ જેટલું એક શરીર હોય તેટલા સૂક્ષ્મ માપે સ્થાવરોનું શરીર અત્યંત સૂક્ષમ હોય. અસંખ્યાતા શરીર કે અનંત શરીર ભેગા થાય તો પણ ઇન્દ્રિયોનો વિષય ન બને. બાદર જીવો અસંખ્યાતા ભેગા થાય ત્યારે ઈન્દ્રિયોનો વિષય બને. પર્યાપ્ત એક પૃથ્વીકાય જીવના શરીરની અવગાહનામાં (અંગુલના અસંખ્યાત ભાગમાં) અપર્યાપ્ત પૃથ્વીકાયના જીવો અસંખ્યાતા લોકાકાશના અસંખ્ય આકાશ પ્રદેશો તેટલા અસંખ્યાતા ૧૪ રાજલોકના જે અમુક સંખ્યા પ્રમાણ એક બાદર પૃથ્વીકાય જીવની સાથે અપર્યાપ્ત અવસ્થા રૂપે રહેલા હોય. આથી એક સોયના અગ્રભાગ ઉપર લીધેલા કાચા મીઠાનો કણિયો જે આખેથી જોઈ શકાય છે, તેમાં અસંખ્યાતા શરીરો ભેગા થયેલા છે. તે જીવો સાતે નારકીના કુલ જીવો કરતાં અસંખ્યાત ગુણા અધિક અથવા ચારે નિકાયના દેવોની સંખ્યા કરતા અસંખ્યાતગુણા અધિક રહેલા હોય છે. આથી કાચું મીઠુંઆદિ પૃથ્વીકાયાદિની
જીવવિચાર | ૨૩૩