________________
a દેવોકની સામાજીક વ્યવસ્થા (૧) ઉપપાત સભા જ્યા રહેલી દેવશૈયામાં પૂણ્ય બાંધીને આવેલો જીવ યુવાન દેવ તરીકે ઉત્પન્ન થાય. (૨) અભિષેક સા: જ્યારે એ દેવ આંખ ખોલીને ચારે બાજુ નજર કરે અને કઈક વિચારે એ પહેલા આજુબાજુમાં રહેલા દેવો તેને અભિષેક સભામાં લઈ જાય અને ત્યાં તેનો અભિષેક કરે છે. (૩) અલકાર સભા વસ્ત્રો, અલંકારો તથા ફૂલની માળા આ સભામાં તેમને પહેરાવવામાં આવે છે. આયુષ્ય પૂર્ણ થવાના છ મહિના બાકી હોય ત્યારે આ ફૂલની માળા કરમાવા માંડે છે. જે દેવો ચરમશરીરી હોય તથા ચોસઠ ઈન્દ્રોની ફૂલની માળા કરમાતી નથી. (૪) વ્યવસાય સભા : આ સભામાં તેમને તેમનું સ્થાન, કાર્ય વગેરેની જાણકારી આપવામાં આવે છે તથા રત્નનું એક પુસ્તક આપવામાં આવે છે જેમાંદેવોના આચારો લખ્યા હોય છે. (૫) સુધમાં સભા ત્યારબાદ તેમને નંદા સરોવર (વાવડી)માં ફરીથી નવડાવે, વસ્ત્રો પહેરાવે પછી તેમને શાશ્વતા ચૈત્યમાં પૂજા કરવા મોકલે અને ત્યારબાદ તેઓ દેવલોકના સુખો ભોગવે છે.
દેવોમાં બે પ્રકારની દેવીઓ હોય (૧) પરિગૃહીતા–દેવની (પત્નીરૂપ) પટ્ટરાણી (૨) અપરિગૃહીતા-સર્વદેવ પાસે જનારી (વેશ્યા) દેવીઓ પહેલા અને બીજા દેવલોક સુધી ઉત્પન્ન થાય પછી દેવીઓ ઉત્પન્ન ન થાય પણ આઠમાં દેવલોક સુધી અપરિગૃહીતા દેવીઓ જાય. In દેવોને રહેવાનાં નિવાસ સ્થાનો (ભવનો)ઃ
જઘન્ય નાનામાં નાના એક લાખ યોજન (જબૂતીપ પ્રમાણ) અને ઉત્કૃષ્ટથી અસંખ્યયોજનના હોય છે. દેવલોકની શય્યા પરદેવો ઉત્પન્ન થાય, ઉત્પન્ન થતી વખતે તેમના શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમો ભાગ
જીવવિચાર // રરક