________________
મુનેઃ ભાવ મૌનમ્. જે જે આત્માએ આત્માને જાણ્યો અને પર્વતોમાં, ગુફાઓમાં, ઉદ્યાનોમાં જઈને કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યાં તેમણે શ્રેણી માંડીને પોતાનું કાર્ય સાધી લીધું. મનન કરે તે મનુષ્ય, મર્યાદાથી જે શોભે તે મનુષ્ય.
મનુષ્યભવમાં સાધના કયાં થશે અને કયાં નહીં થાય?
માત્ર કર્મભૂમિમાં સાધના થાય. જ્યાંથી આત્માને કર્મો કરીને ચાર ગતિમાં જવાની છૂટ અને કર્મોનો અંત કરીને પંચગતિમાં જવાની પણ છૂટ. અકર્મભૂમિવાળો યુગલિક દેવગતિ સિવાય ક્યાંય ન જાય એના માટે માત્ર દેવગતિ જ છે. કર્મભૂમિ એટલે અસિ-મસિ-કૃષિ કરે ને ચાર ગતિમાં ૮૪ લાખયોનિમાં બધી જ જગ્યાએ આત્મા જાય. મનુષ્યભવ એ જંકશન છે. પંદર કર્મભૂમિમાં જજિનનો જન્મ થાય અને અજન્મા બનવાની સાધના પણ પ્રાયઃ ત્યાં જ થાય અને જૈન ધર્મની સ્થાપના પણ અહીં જ થાય. ચૌદ રાજલોક તો અત્યંત વિશાળ છે, તેમાં માત્ર પંદર કર્મભૂમિમાં જ ધર્મ છે. 0 કર્મભૂમિમાં રહેલી વિશેષતાઃ
પંદર કર્મભૂમિમાં જે પાંચ ભરત ક્ષેત્ર છે તેમાં માત્ર જમ્બુદ્વીપના જ ભરતક્ષેત્રમાં શાશ્વત એવો સિદ્ધ ગિરિરાજ આવેલ છે, તે સિવાય કોઈપણ ક્ષેત્રમાં શાશ્વતગિરિરાજ નથી. તેથી મહાવિદેહમાં વિચરતા સીમંધર સ્વામી તેના ગુણગાન ગાય છે. પંદર કર્મભૂમિમાં પાંચ મહાવિદેહ ક્ષેત્ર રહેલા છે. તે મહાવિદેહની મધ્યમાં મેરુ પર્વત આવેલો છે. દરેક મહાવિદેહમાં ૩ર વિજયો (ભરત ક્ષેત્ર જેટલો દેશ) રહેલા છે. એક મહાવિદેહની જઘન્ય ચાર વિજયમાં વિચરતા તીર્થકરો રહેલા હોય છે. જમ્બુદ્વીપના મહાવિદેહમાં ચાર વિજયમાં સીમંધર સ્વામી (૮મી પુષ્પકલાવતી) બાહુજિન (ભી વત્સ) સુબાહુજિન (ર૪મી નલીનિ) અને યુગમંધર સ્વામી (રપમી વપ્રવિજયમાં) હાલ સદેહે કેવલજ્ઞાન પર્યાયમાં વિચારી રહ્યા છે. આમ એક મહાવિદેહમાં જઘન્ય ચાર તીર્થકર માટે પાંચ મહાવિદેહમાંર તીર્થકરો વિચરે અને ઉત્કૃષ્ટદરેકવિજયમાં
જીવવિચાર | ૨૦૪