________________
છે. બે ઘડીમાં આ ગંદકીન સુકાય તો આ જીવોને આપણે જન્મ આપીએ છીએ. જન્મનું દુઃખ એ સૌથી મોટું છે. જે જન્મે તેને મરણ અવશ્ય આવે. જે જીવ જીવે તે અનેકના પ્રાણોને હરે - પીડા આપે તે જ્યારે અહીંથી જાય ત્યારે તે હસતો હસતો જઈ શકે? ન જઈ શકે. જે આત્મા સમાધિમાં રહે છે, જગતના જીવોને પણ સમાધિ આપે છે તેને જ સમાધિ સહજ મળે. બાકી એક શરીરને ટકાવવા માટે સંખ્યાત, અસંખ્યાતને અનંત જીવોની વિરાધના થાય છે. માટીના માટલામાં પાણી ભર્યું તે દરરોજ ન બદલાય તેના કારણે તેમાં નિગોદ થાય, માટી પાણી ભેગા થાય, મારવાનો ભાવ નથી પણ ઉપયોગ નથી તેથી જીવોને ઉત્પન્ન થવામાં નિમિત્ત બનો. જે પ્રમાણે એંઠી થાળી-વાટકાદિબેઘડીથી અધિક કાળ રહી જાય, માનું, વિષ્ટા, ગળફા, પરૂ આદિ જો ન સુકાય તો તેમાં પણ સંમૂચ્છિમ મનુષ્ય જ ઉત્પન્ન થાય છે. આ જન્મ-જરા-મરણના ચક્કરને બંધ કરવા માટે આ મનુષ્ય જન્મમાં એક ઉજળી તક મળી છે તે સર્વવિરતિ સર્વવિરતિ એ એના માટે શ્રેષ્ઠ ઉપાય છે પણ જો તે નથી કરી શકાતું તો દેશવિરતિ, જીવન જીવીને શરીરને છોડીને માત્ર આત્માનો જ વિચાર કરીને ઉપયોગપૂર્વક જીવન જીવવાનું રાખીએ તો ઘણાં જીવોને અભયદાન આપી શકાય.
સમૂચ્છિમ મનુષ્યોને ઉત્પન્ન થવાના ચૌદ સ્થાનો
સંમૂચ્છિમ મનુષ્ય અપર્યાપ્ત અંતર્મુહૂર્ત આયુષ્યવાળા, અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા, ચક્ષુથી ન જોઈ શકાય તેવા મન વગરના મિથ્યાષ્ટિ, અજ્ઞાની, અસંજ્ઞી હોય છે અને અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે. તેઓના ઉત્પન્ન થવાના સ્થાનો (૧) મનુષ્યોની વિઝામાં (૨) મૂત્રમાં (૩) કફમાં (૪) સળેખમમાં (૫) ઉલ્ટીમાં (૬) પિત્તમાં (૭) પરુમાં (૮) લોહીમાં (૯) વીર્યમાં (૧૦) સુકાઈ ગયેલા વીર્યના પુદ્ગલો ભીના થાય તેમાં (૧૧) જીવ રહિત કલેવરમાં (૧૨) સ્ત્રી-પુરુષના સંયોગમાં (૧૩) નગરની ખાળમાં (૧૪) એઠવાડમાં. આમ સર્વ અશુચિ સ્થાનોમાં સંમૂચ્છિમ જીવો ઉત્પન થાય. દેવ, નારકી, યુગલિક, અગ્નિ, વાયુ, સિવાયના જીવો સંમૂચ્છિમ મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ શકે.
જીવવિચાર | ૨૦૧