________________
અનાદિભવ ભ્રમણમાં ભમવા અચરમાવર્તકાળ સૌથી મોટો છે. નિગોદમાંથી નીકળ્યા પછી અનંતા પુદ્ગલ પરાવર્તકાળ આત્મા સ્વરૂપના ભાવ વિના ભમ્યો છે. અનંતીવાર મનુષ્ય ભવ, જિન કુળાદિ પુણ્યયોગે મળ્યા પણ કર્મલઘુતા ન થવાના કારણે પોતાના સ્વરૂપની રુચિ ન આવી અને કર્મકૃત બાહ્ય સ્વરૂપ ગમ્યું તેથી જીવે શરીર સુખના લોભમાં અનંતીવાર ચારિત્ર સ્વીકારી મહાકષ્ટપૂર્વકનું ચારિત્ર દ્રવ્યથી શુદ્ધ પાળ્યું પણ લક્ષ ન બંધાણું અને તેના ફળ રૂપે નવ પ્રૈવેયક દેવલોકમાં સુખને માણવા અનંતીવાર ત્યાં જઈ આવ્યો. નવ ત્રૈવેયકમાં જિન લિંગે જવાય, પ્રથમ સંઘયણ જરૂરી, દ્રવ્યથી નિરતિચાર જેવું ચારિત્ર પાળી પુણ્ય બાંધી સાતા ભોગવવા ત્યાં જાય. અહીં ૩૧૮ વિમાનો આકાશને સ્પર્શીને રહેલા હોય છે. ત્યાં દેવીઓ નથી દેવો કામવાસના વિનાના હોવા છતાં તેમને પ્રાયઃ દુર્ગતિ નિશ્ચિત હોય. કારણ મિથ્યાત્વના કારણે રુચિ વિષય સુખની પડેલી હોય છે. જ્યારે સમ્યગ્દષ્ટિ દેવોની સદ્ગતિ થાય.
નવ લોકાંતિક દેવો :
પાંચમા બ્રહ્મલોક દેવલોક જે માત્ર ઘનવાત પર પ્રતિષ્ઠિત છે. જેમાં ચાર લાખ વિમાનો છે. બ્રહ્મલોક દેવલોકના છેડે જે ચાર દિશા ચાર વિદિશામાં તથા
એક મધ્યમાં રહેલા વિમાનો તે લોકાંતિક દેવો છે. આ દેવો લઘુકર્મી હોવાથી જલદી લોકનો અંત કરનાર તેથી તેઓ લોકાંતિક દેવો કહેવાય અને તેઓનો કલ્પ છે કે તીર્થંકર પરમાત્માના દીક્ષાકાળને જણાવવાથે અચૂક તેઓ આવે. અહિ ત્રિદંડીવેશે મિથ્યાત્વી પરિવ્રાજકો ઉપવાસ, બ્રહ્મચર્યાદિના પ્રભાવે આવી શકે. આ દેવો એકાવતારી હોય છે. મતાંતરે સાત અથવા આઠ ભવ કરનારા હોય છે.
પાંચ અનુત્તરમાં કોણ ઉત્પન્ન થાય ?
જે આત્માઓને મોક્ષ પ્રત્યે તીવ્ર રુચિ પ્રગટ થાય અને તે માટે પ્રમાદનો ત્યાગ કરીને અપ્રમતપણે સંયમની સાધનાના પ્રયત્નવાળા હોય તેમને આયુષ્ય સાત લવ ઘટી જાય અથવા છટ્ઠનો તપ સાધનામાં ખૂટી જાય એવા આત્માઓ
જીવવિચાર | ૨૨૩