________________
દક્ષિણે હરિવર્ષક્ષેત્ર અને મહાહિમવત પર્વતની દક્ષિણે તેમજ નિલવંત પર્વતની ઉત્તરે રમ્યફવર્ષોત્ર આવેલું છે. રૂકમણી પર્વતની ઉત્તર દિશામાં હિરણ્યવંત ક્ષેત્ર આવેલું છે. (૩) પગને - જબૂદ્વીપમાં હિમવત અને શિખરી પર્વતની બંને બાજુએથી ગજદંત જેવી જે બબ્બે દાઢાઓ નીકળીને લવણ સમુદ્રમાં ગયેલી છે, તે દરેક પર સાત-સાત દ્વીપો આવેલા છે તેને અંતરદ્વીપ કહેવાય છે. હિમવંત પર્વતની બે બાજુથી બે દાઢાઓ નીકળે અને તે દરેક પર સાત-સાત અંતરીપો હોય એટલે કુલ ર૮ અંતરદીપો થાય. શિખરી પર્વતનું પણ એમ જ સમજવું. આ રીતે અંતરદ્વીપની કુલ સંખ્યા પથાય છે.
આમ જમ્બુદ્વીપમાં છ યુગલિક ક્ષેત્રો, ધાતકીખંડમાં બાર યુગલિક ક્ષેત્રો અને અર્ધપુષ્કરાર્ધ દ્વીપમાં બાર યુગલિક ક્ષેત્રો. આમ કુલ ત્રીસ ક્ષેત્રો અને પદઅંતરદ્વીપો મળી કુલ૮યુગલિક ક્ષેત્રો છે. આ અંતરદ્વીપમાં રહેલા મનુષ્યો અકર્મભૂમીના મનુષ્યો જેવા જ એટલે યુગલિયા હોય.
અકર્મભૂમિમાંથી જીવ માત્રદેવલોકમાં જ જાય અને યુગલિક વખતે તેનું જે આયુષ્ય હોય તેટલું અથવા તેનાથી અલ્પ આયુષ્યવાળા દેવ બને તેથી અધિક આયુષ્યવાળા દેવલોકમાં ન જાય. યુગલિકમાંથી તે જીવ બીજી કોઈ ગતિમાંન જાય. એ દેવલોક એની માટે ભયાનકપણ બને. વિરતિ ધર્મની સાધના કરી શકતો નથી અને સમક્તિ નહોય અને મિથ્યાત્વનો ઉદય થાય તો દેવલોકમાં ગયા પછી પણ ત્યાં વધારેમાં વધારે પડવાના સ્થાન છે. કારણ અનુકૂળતા વધારે મળી ને સાવધાન ન રહ્યો તો સીધો એકેન્દ્રિયમાં જાય. કારણ ત્યાં મનુષ્યલોક કરતાં રત્નો, વાવડીઓ, વગેરે વિશિષ્ટ કોટીના હોય.દેવલોકમાંથી એકેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં આવેવિકલેજિયમાં ન જાય. સમકિત નહોય તો દેવલોકમાં જાગૃતિ આવવી ખૂબ જ દુષ્કર છે.
જીવવિચાર || ૨૧૦