________________
જે સંસ્કાર વીરતી દ્વારા વીતરાગતાના અંશનો અનુભવ કરાવી શકે તેમ છે તે અહીં ન કરીએ તો ભાવિમાં કોરા પુરયને ઉદયે મળેલી દેવ કે મનુષ્ય અવસ્થા મહાભયંકર બનશે. કારણ આત્માનો ઉપયોગ ન આવ્યો તો પરમાં તો જવાનો જ છે. પણ જો શુદ્ધ ધર્મના લક્ષે વર્તમાનમાં અંશને ભોગવવાનો લક્ષ હશે તો વિશિષ્ટ અનુબંધના કારણે જ્યાં પણ જશે ત્યાં ભટકશે નહીં.નરકમાં પણ સમાધિ જાળવી શકશે. વિશિષ્ટ બંધ અને અનુબંધ અહીં થઈ શકે તેમ છે તે લક્ષમાં રાખવું જરૂરી છે. 3. મનુષ્યનું જન્મ-મરણ અઠવીપમાં જ થાય.
મનુષ્ય અઢીદ્વીપમાં જ જન્મી ને મારી શકે તેની બહાર નહીં. દેવ કે વિદ્યાના બળે તે અઢીદ્વિીપની બહાર જઈ શકે પણ મૃત્યુ વખતે પાછા અઢીદ્વીપમાં આવી જવું પડે. પાંચ ભરત અને પાંચ ઐરાવતમાં કાળ અસ્થિર છે. મહાવિદેહક્ષેત્રમાં અને યુગલિક ક્ષેત્રમાં કાળ-આરાસ્થિર છે. પાંચ ભરતને પાંચ ઐરાવતમાં કાળનું પરિવર્તન થાય છે. અવસર્પિણીના ત્રીજા આરાના ૮૪ લાખ પૂર્વ ત્રણ વર્ષ અને ૮ માસ બાકી રહે ત્યારે અને ઉત્સર્પિણીમાં ત્રીજા આરાના ૮૯ પખવાડિયા પૂર્ણ થતાં પ્રથમ તીર્થંકરનો જન્મ થાય અને યુગલિક કાળ પૂર્ણ થવા આવે. રડતીર્થકરો ત્રીજા આરામાંથાય. અવસર્પિણીમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-આકાર વગેરે ઘટતું જાય. સંબોધસિત્તરીમાં પાંચ વસ્તુ ઘટતી કહી છે (૧) દ્રવ્ય (૨) ધન (૩) સ્વાથ્ય (૪) વિદ્યા (૫) વૈભવ. આત્માના હિતમાં આયુષ્ય, સ્વાથ્ય ને વિદ્યા ઘટે તે બાધક બને છે. વર્તમાન જીવન એવું જીવીએ કે અનંતા ભવિષ્યને સુધારી શકીએ. તેનો ઉપાય અનુબંધ સાધના અને સાધનમાં જેટલો નિર્વેદ અને સંવેગ વધારે તેટલો અનુબંધ પડે. શુદ્ધ ધર્મનાં કારણે નિર્જરા થશે તે પ્રશસ્તમાં થશે ત્યારે શુભ અનુબંધ પડશે. સાધનામાં લક્ષ એવો રાખવાનો છે કે હમણાં જ અનુભૂતિ થાય. માત્ર વિધિકિયા સારી થઈ તેનાથી સંતોષ નથી માની લેવાનો. પરિણામનું લક્ષ સાથે મજબૂત જોઈશે તો જ અનુબંધ સાધના થશે.
જીવવિચાર || ૨૧૧