________________
મોક્ષની સાધના માટે માત્ર મનુષ્ય ભવ જ ઃ
મોક્ષની સાધના મનુષ્યભવમાં જ થાય છે. પ્રભુએ પણ નયસારના ભવથી જ સાધનાની શરૂઆત કરી અને નંદનઋષિના ભવમાં એ સાધનાની પૂર્ણતા કરી. ગુરુ મળ્યા તો ગુરુને એવા સાધ્યા કે હવે ગુરુની જરૂર નહીં એ રીતે બોધ પ્રાપ્ત કર્યો, એ રીતે જીવ્યા ને એ રીતે જ બોધને પ્રવર્તાવ્યો માટે એ રીતે પૂર્ણતા કરી. સાધનાની પૂર્ણતા માટે મનુષ્યભવ જ ઉત્તમ છે બાકીની ત્રણ ગતિમાં તે થઈ શકવાનું નથી. આ જીવવિચારના ચાર ગતિના સ્વરૂપને જાણીને વિચારવાનું કે મનુષ્ય સિવાયના તમામ ભવો નકામા છે. આત્માનો છેલ્લામાં છેલ્લો ગુણ અવ્યાબાધ, તે મુખ્ય સાધ્ય છે એને જે પકડે તે જ સિદ્ધ બની શકે, તે પૂર્ણ સમતાને પામી શકે. સમતામાં બાધક સાતા - અસાતા છે, તેમાં માત્ર જ્ઞાતા બને. બન્નેમાં ઉદાસીન પરિણામ રહેલો હોય ત્યારે આત્મા સમતાને વેદી શકે. સાતા મળે તો રતિ અને ન મળે તો અતિનો પરિણામ થાય તે ન ચાલે. ધર્મે માયા નો માયા આવી માયા ચોથા ગુણઠાણાથી શરૂ થાય. બહારથી ઉચિત વ્યવહાર કરે અંદરથી ન્યારો રહે. નટની જેમ જ્યાં સુધી કર્મો વળગેલા છે ત્યાં સુધી આમ જ રહેવાનું છે. માયા નવમે ગુણઠાણે જશે માટે માયાને કાઢવા પ્રશસ્ત માયાનો જ ઉપયોગ કરવાનો બહિરાત્મામાંથી નીકળી અંતરાત્મામાં રહીને પરમાત્માની સાધના કરી લેવાની છે.
કર્મભૂમિના મનુષ્ય :
નર=દૃળન્તિ વસ્તુ તત્ત્વમિતિ નર: જે વસ્તુ તત્ત્વને (સ્થિતિ) સર્વજ્ઞ દ્દષ્ટિ પ્રમાણે યથાર્થ જાણીને સમજીને અને જાણ્યા—સમજ્યા પછી તેનો વિવેક કરી શકે તે નર અથવા મનુષ્ય. મનનાત્ મનુષ્ય મનન કરવા દ્વારા હવે ફરી પાછું મન મળે નહીં અને આત્માની જે સિદ્ધ અવસ્થા છે તેને પ્રાપ્ત કરે. મન આત્માનું નથી કર્મે આપેલું છે તેથી તે જવાનું છે તો તે જાય તેના કરતાં તેનો એવો ઉપયોગ કરવો કે મન મળે અને મનને કાઢવાનો જ પુરુષાર્થ ચાલે. મુનિ મન દ્વારા સર્વજ્ઞના વચનો દ્વારા સર્વ જગતને જાણી લે અને પછી શું કરે ? મૌન થઈ જાય. આપણે જાણીને તાણીએ ને જગતને જણાવીએ એટલે તણાઈ જઈએ.
જીવવિચાર || ૨૦૩