________________
કામલત્તાને દેવગતિ મળશે પરંતુ તેમાં પોતાના આત્માનો ખ્યાલ નહીં આવે તો તે દેવગતિ પણ મિથ્યાત્વની પુષ્ટિ કરીને શક્તિ વધારશે તેથી સહાયક પણ બનશે ને ભયંકર દુર્ગતિ પેદા કરશે અને બોધિદુર્લભ બની અને અનેક આત્મામાં પણ બોધિદુર્લભનું કારણ બનશે. માટે જ ઉસૂત્રની પ્રરૂપણા જેવું ભયંકર બીજું પાપ નથી એ વ્યક્તિ જેટલી પુણ્યશાળી ને શક્તિશાળી તેટલું વધુ નુકશાન કરશે. કારણ ભોળા - ભદ્રિક લોકો તેમાં આકર્ષાઈને તેની વાત માનીને બોધિદુર્લભ બનશે.
પૂ.યશોભદ્રસૂરિ અગ્નિદત્તમુનિને આ પ્રમાણે કહે છે કે, વિર પરમાત્માના નિર્વાણ પછી ર૯૧ વર્ષ પસાર થયે સંપ્રતિ મહારાજા થશે તે સવા લાખ જિનમંદિર, સવા ક્રોડ જિનબિંબ, એક લાખ ધર્મશાળા, ૫૦૦ ધાતુની પ્રતિમા અને ૩૬000જિન મંદિરનો જીર્ણોધ્ધાર કરાવશે. ત્યાર પછી ૧૯૯૯ વર્ષ પછી દુષ્ટ વાણિયાઓ દ્વાદશાંગીને નહીં માને, એની અવગણના કરશે તે સમયે શ્રુતની રાશિનક્ષત્રમાં આડત્રીસમો ધૂમકેતુ ગ્રહલાગશે તેનો કાળ ૩૩૩ વર્ષથી અધિક મીન રાશિમાં પ્રવેશ થયા પછી સંઘ, શ્રુતનો ઉદય થશે.
આ પ્રમાણે રર પુરુષો કામલત્તા વેશ્યામાં કરેલી આસક્તિ તથા સાધુપ્રત્યેના દ્વેષના કારણે કેવા કર્વિપાકો ભોગવશે અને તેની પરંપરા કેવી થશે તે સાંભળીને વૈરાગ્યને પામેલા તે મુનિએ વિચારણા કરી કે મહા મોહને વશ થયેલા જીવો શ્રત, જિનબિંબ, જિનચૈત્યની હિલના કરી કેવી વિડંબણા પામે. આ પ્રમાણે નિર્વેદ ભાવ આવ્યો અને એમણે અણસણ કર્યું.
આપણે પણ આ સાંભળીને એવું કરીએ કે જેથી આવી ઘોર આસાતના વડે ભવમાં ભમનારા ન બનીએ અર્થાત્ દુર્ગતિના પરિભ્રમણ બંધ કરનારા બનીએ તો આ સાંભળેલું સફળ ગણાય. અગ્નિદત્ત મુનિ કષાય-કાયાને ક્રશ કરીને સંવેગના અતિશયથી સમાધિપૂર્વક કાળ કરીને સૌધર્મદેવલોકમાં ગયા.
જીવવિચાર || ૧૯૮