________________
કરી ચોત્રીસમાં ભવે માંડ જાતિમાં ઉત્પન્ન થઈ ભયંકર, સાહસિક, કષ્ટ, નાટક-ચેટક કરનારા, બની બ્રહ્મદ્વિીપ રાજાની સામે નાટક કરતા અઠ્ઠમના તપવાળા સાધુ યુગલને પારણા માટે જતાં જોઈ અને એમની સામે અવાજ કરતા દોડશે અને એમની ઘણી જ કદર્થના કરશે. પરિતાપ, કિલામણા વગેરે કરવા દ્વારા નિંદા વગેરે કરશે, હસી-મજાક કરશે, સાધુ ભગવંતો મૌન ધારણ કરશે તેથી આ રર આત્માઓમાં કંઈક કરુણા આવશે. ભવ્યત્વના કારણે કલિષ્ટ કર્મોમાં ગાબડું પડશે. શાસ્ત્રકારોએ હૃદય કંઈક કૂણું પડશે એની નોંધ લીધી છે. આપણે સામી વ્યક્તિના ગુન્હાને પકડીને તેના થોડા પણ ગુણ હોય તો તેની ઉપેક્ષા કરીએ છીએ. શાસ્ત્રકારો આપણને અહીં એ શીખવે છે કે ભયંકર કદર્થના કરનારનું પણ હૃદય કંઈક કૂણું બનશે તેની નોંધ લેવી. સાધુઓને છોડી દેશે. નાના પણ ગુણને જ્ઞાની ભગવંતોએ કેટલું મહત્વ આપ્યું. અંશ પ્રગટ્યો નાનું કિરણ પ્રગટ્યું. એમના આત્મામાં કંઈક માર્દવતા આવી. એક રાત્રે વિજળી પડી ને મધ્યદેશમાં જુદા-જુદા કૂળોમાં ચાલ્યા જશે. પાંત્રીસમાં ભવ સુધી રર ને ભેગા રાખી જુદા પડી ફરી ભેગા થશે અને તેઓ ચૌદ વિદ્યાના પારગામી બ્રાહ્મણ બનશે. ગૌશાલાએ ભયંકર આશાતના કરી પણ પશ્ચાતાપ કર્યો તો સમક્તિ પામ્યો ને બારમાં દેવલોકે ગયો. કર્મસત્તા જાય બરાબર કરે છે. જ્ઞાનીઓની દષ્ટિ અત્યંત પરિણામી હોય. રર બ્રાહ્મણો પરીસ્ત બ્રાહ્મણના આમંત્રણથી ધારાપ્રદેશમાં જઈને બારણું બંધ કરીને યજ્ઞ કરતાં તે અગ્નિમાં બળી પાણીપાણી કરતાં આર્તધ્યાનમાં મરીને ક્ષિપ્રા નદીમાં માછલા તરીકે તેમના સાત ભવ થશે.
રર પુરુષો હવે તિર્યંચ પંચેન્દ્રિય ગર્ભજના લગાતાર સાત ભવ સંખ્યાત વર્ષના કરશે અને નવ ભવ ખેચરના ને અગિયાર ભવ સ્થલચર ચતુષ્પદના સંમૂછિમ ભવો કરશે. આમ બાંસઠમાં ભવમાં તિર્યચહરણ તરીકે થઈ અગ્નિથી મૃત્યુ પામશે. ત્રેસઠમાં ભાવમાં મધ્યદેશમાં શ્રાવક તરીકે ઉત્પન્ન થઈ યૌવન વયમાં આવી પરવંચક, કુશીલ, દુષ્ટ થશે. જો શ્રાવક બુદ્ધિનો ઉપયોગ
જીવવિચાર // ૧૯૬