________________
વેશ્યાને રર કીડાઓ પર દયા આવી કારણ પૂર્વે એના પ્રત્યે સ્નેહથી બંધાઈ હતી તેથી મારા હાથે એમનું મૃત્યુન થાઓ. મિથિલા નગરીના ખાડામાં મરેલો કૂતરો પડ્યો હતો, જેનું માંસ સૂકાઈ ગયું છે તેના કલેવરમાં આરર કીડાઓને મૂકી દે છે. કર્મસત્તા જીવને ક્યાં મૂકી દે છે!તેઓ રથી ૯અંતર્મુહૂત પ્રમાણમાં કાળ કરી ગયા. તેઓ આટલા કાળમાં પણ સુધા-તૃષા તડકાથી પરાભવ પામ્યા. ત્યાંથી તેઓ સાધારણ વનસ્પતિ નિગોદમાં ગયા. બાદર નિગોદમાં અકામ નિર્જરાના કારણે જલદીથી નીકળી શક્યા. સંમૂછિમ દશાના એવા તીવ્ર અનુબંધો પડ્યા કે કંદમાં ઉત્પન્ન થયાં. ત્યાં છેદન-ભેદન-કપાતા -ખવાતા ત્યાંથી પૃથ્વી, અપુ, તેલ, વાયુ, વનસ્પતિએ પાંચ એકેન્દ્રિયમાં જઘન્યને મધ્યમ સ્થિતિવાળા આયુષ્યને ભોગવશે અને મનુષ્યો વગેરેથી ખવાતા - કપાતા - છેદાતા ત્યાંથી ફરી કામલત્તાના પેટમાં કૃમિ તરીકે ઉત્પન્ન થશે તેથી કામલત્તા વેશ્યારેચ લેશે ને પછી (કામલત્તાની) વિષ્ટામાં તેઓ ઉત્પન થશે.
a અનુબંધકર્મના વિપાકની હારમાળા - ગુરુવારંવાર અગ્નિદત્તને નામથી સંબોધન કરી રહ્યા છે. કારણ તેમની કરુણા છે કે શિષ્ય જાગૃત થાય. તેથી આગળ જણાવતાં કહે છે કે રર જીવો પછી તેઈન્દ્રિય જીવ તરીકે ઉત્પન્ન થઈ પછી ચઉરિન્દ્રિય તરીકે ઉત્પન થશે. બન્ને જગ્યાએ વિષ્ટામાં ઉત્પન્ન થશે. કામલત્તાની જ ગંદકીમાં ૭વાર વિલેજિય તરીકે ઉત્પન થશે. કામલત્તાને સેવવાની જે વાત હતી તે કાળ કેટલો હતો તેના ફળની આ વાત છે. ર૯ ભવો પસાર થશે. ૩૦ મા ભવે ગટરના પ્રવાહમાં દેડકા તરીકે ઉત્પન્ન થશે. (સંમૂચ્છિમ) ૨ થી ૯ વર્ષનું આયુષ્ય પછી ૩૧ મા ભવે ઉંદરડા તરીકે કામલત્તાના ઘરમાં ફરશે. ર થી ૯ માસના આયુષ્યવાળા થશે. ૩ર મા ભવે ડુક્કર થશે ૨ થી ૯ માસના આયુષ્યવાળા થશે. અજ્ઞાનથી કરેલા કર્મનું આ ફળ છે. તીવ્ર ક્રોધવાળા રર ડુક્કરો ભેગા થશે ને તે અત્યંત કામી થશે અને બહાર નીકળેલા દાંતવાળા તે કાદવમાં ખરડાયેલા અશુચિ ગાત્રવાળા આહારને કરતાં ને ભયંકર અવાજને કરતાં ને એકેન્દ્રિય જીવોની
જીવવિચાર // ૧૯૪