________________
3
બેચર પાણી મુખ્ય બે પ્રકારે.
-
ચર્મજ પક્ષી
રોમજ પક્ષી
,
(૧) રોમનપણી રુંવાટીની પાંખવાળા હોય જેમકેપોપટ, મેના, ચકલી,
હંસઆદિ. હાલમાંઆવા પક્ષીઓની કુલ આઠહજાર જાતો જોવા મળે છે. (૨) ચર્મજ પક્ષી : ચામડાની પાંખવાળા પક્ષી જેમ કે ચામાચીડિયા,
વાગોળ, જલોય, ભારંડ પક્ષી. ભારડ પક્ષીને એક પેટ, બે શરીર, ત્રણ પગ, બે મન હોય વિરુધ્ધ ઈચ્છાવાળા મન બને ત્યારે તે મૃત્યુ પામે. ભાખંડ પક્ષી અપ્રમત્ત હોય તેથી પરમાત્માને તેની ઉપમા આપવામાં આવી છે.
પશીઓના અન્ય બે પ્રકારઃ (૧) સમુગ પણી જેમની પાંખો આજીવન બીડાયેલી જ રહે છે. છતાં
તેઓ ઉડી શકે. (૨) વિતત પક્ષી તે અઢીલીપની બહાર હોય, વિતત પક્ષી એટલે
વિસ્તારવાળી પાંખો ઊડે ત્યારે વહાણ ચાલવા માંડે તેટલો તેનો ફફડાટ હોય.
જે પંચેન્દ્રિય પ્રાણીઓ પક્ષ એટલે પાંખથી યુક્ત છે અને આકાશમાં દૂર સુધી ઊડવાની શક્તિ ધરાવે છે તેમને આપણે પક્ષીઓ કહીએ છીએ. ખપેડી, તીડ, ફૂદાં પતંગિયા વગેરેને પાંખો હોય છે પણ તે પચેન્દ્રિય પ્રાણીઓ નથી તેમજ આકાશમાં દૂર સુધી ઊડવાની શક્તિ ધરાવતા નથી તેથી તેમનો સમાવેશ વિકસેન્દ્રિય જીવો એટલે જતુ અને કીડામાં કરીએ છીએ.
જીવવિચાર // ૧૯૧